શેઠ આર. હાઈસ્કુલ,તાલુકા શાળા દેરડી કુંભાજી તથા કન્યાશાળા દેરડી કુંભાજી ના સંયુક્ત આયોજનથી દેરડી કુંભાજી ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો
તારીખ 27 જૂન 2024 ના રોજ શેઠ આર. હાઈસ્કુલ,તાલુકા શાળા દેરડી કુંભાજી તથા કન્યાશાળા દેરડી કુંભાજી ના સંયુક્ત આયોજનથી દેરડી કુંભાજી ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે માન.ઉપસચિવ, રમજાન એ જાફરાની, ગીતા બા જાડેજા, ધારા સભ્ય ગોંડલ, મિલનભાઈ કાવઠીયા હિસાબી અધિકારી,રાજકોટ, શૈલેષભાઈ ખાતરા સરપંચ દેરડી(કું), એન.વી.નરોડીયા, ડીરેકટર માકેટીંગ યાડૅ ગોંડલ, બીઆરસી કોડિનેટર ગોંડલ, કેતનભાઇ ભટ્ટી તથા દેરડી કુંભાજીના ક્લસ્ટર કોર્ડીનેટર મહેશભાઈ બી સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા,કાયૅક્મમા આંગણવાડીના બાળકો બાલવાટિકાના બાળકો,ધોરણ 1, ધોરણ 9 તથા ધોરણ 11 માં પ્રવેશ મેળવેલ તમામ બાળકોને શાળા તરફથી કીટ આપી આવકારવામાં આવ્યા હતા તથા ત્રણેય શાળાના આચાર્ય સર્વે દ્વારા પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.કાયૅક્મને સફળ બનાવવા દેરડી તાલુકા શાળાના આચાર્ય દિપાલી બેન બગડાએ ખુબ જેહમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા ખૂબ સુંદર માર્ગદર્શન આપેલ હતું. આમ સમગ્ર કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી (તસ્વીર : દિપાલી બગડા)