Monday, February 17, 2025
HomeFeatureકાળઝાળ ગરમી વચ્ચે કચ્છ અને અમરેલી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ,...

કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ અને અમરેલી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇને રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

ત્યારે આ આગાહીને લઈને આજે અમરેલી અને કચ્છ જિલ્લામાં પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ખાસ કરીને ખેડૂતોને કેરીના પાકમાં નુકસાસની ભીતિ જોવા મળી રહી છે.આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી અમરેલી અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.

જેમાં અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. રાપર, અંજાર તાલુકામાં પણ કમોસમી વરદા ખાબક્યો હતો.

લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે, જેમાં આજે 13 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા વરસાદની શક્યતાઓ છે. જ્યારે આવતીકાલે 14 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 48 કલાક બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતા ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ બાદ રાજ્યભરનું મહત્તમ તાપમાન રાઈઝિંગ ટેન્ડેન્સીમાં રહેતા બેથી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!