
પહેલા માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પડતો વરસાદ હવે સમગ્ર ગુજરાતમાં વરસવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં પડેલા આ વરસાદથી તંત્રની પોલ ખુલી ગઈ. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. જુઓ ગુજરાતમાં મેઘરાજાના મંડાળનો આ ખાસ અહેવાલ.

ગુજરાતમાં મેઘરાજાએ પોતાની ધૂઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે. જેના કારણે રાજ્યના અનેક શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પહેલા માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પડતો વરસાદ હવે સમગ્ર ગુજરાતમાં વરસવાની શરૂઆત થઈ ગઈ છે.

રાજ્યમાં પડેલા આ વરસાદથી તંત્રની પોલ ખુલી ગઈ. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. જુઓ ગુજરાતમાં મેઘરાજાના મંડાળનો આ ખાસ અહેવાલ.ચોમાસાના આગમન બાદ મેઘરાજા ગુજરાતમાં મંડાયા છે. એવા મંડાયા છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હજુ તો વરસાદ સામાન્ય વરસ્યો છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને જૂનાગઢમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાને કારણે શહેર જાણે સમુદ્ર બની ગયા હોય તેવું લાગી રહ્યું હતું.

વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.સૌરાષ્ટ્રના આ શહેરોની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ મનમુકીને વરસવાની શરૂઆત કરી દીધી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે. બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો કચ્છમાં રોડ પરથી પાણીનો અધધ પ્રવાહ પસાર થતો નજરે પડી રહ્યો છે.દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જામતા અનેક જગ્યાએ જળભરાવના દ્રશ્યો સામે આવ્યા હતા.

ખંભાળિયા તાલુકાના અનેક ગામડાઓમાં મેઘો મુશળધાર વરસ્યો હતો. સલાયા, પરોડિયા, માંઢા સહિતના ગામડામાં વરસાદને કારણે બેઠા પુલ પર પાણી ફરી વળ્યા હતા. તો દ્વારકાની અન્ય સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભાળથર અને મોટી ખોખરીની નદી બે કાંઠે થઈ છે.

ભાડથર-ભીંડાનો માર્ગ ધોવાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ પવન સાથે વરસાદને કારણે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે….પવિત્ર ગોમતીઘાટના વોક-વે સુધી દરિયાના પાણી આવી જતાં લોકોને અવર જવર બંધ કરી દેવાઈ છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

































