Wednesday, March 26, 2025
HomeFeatureમોરબી નજીકથી 16280 કિલો યુરીયા ખાતર પકડાવા મુદે માલ મોકલાવનાર-માલ મંગાવનાર સહિત...

મોરબી નજીકથી 16280 કિલો યુરીયા ખાતર પકડાવા મુદે માલ મોકલાવનાર-માલ મંગાવનાર સહિત ચાર સામે ફરીયાદ

મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેન્ડની પાછળના ભાગમાંથી થોડા સમય પહેલા નિમ કોટેડ યુરિયા ખાતર ભરેલ એક મેટાડોર વાહનને પોલીસ દ્વારા પકડવામાં આવ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં બે મેટાડોરના ચાલક તથા માલ ભરી આપનાર અને માલ મંગાવનાર આમ કુલ મળીને ચાર શખ્સોની સામે પોલીસ દ્વારા આવશ્યકધારાની જુદી જુદી કલમો હેઠળ તેમજ રાસાયણિક ખાતર નિયંત્રણના હુકમ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાંથી થોડા સમય પહેલા યુરિયા ખાતર ભરેલ મેટાડોર વાહનને પકડવામાં આવ્યું હતું અને જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વનરાજભાઈ મુળુભાઈ ચાવડા દ્વારા આઇસર નંબર જીજે 37 વી 6984 ના ચાલક પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર (24) રહે વિરોચન નગર ઠાકોર વાસ તાલુકો સાણંદ, આઇસર નંબર જીજે 36 ટી 9970 ના ચાલક દિનેશભાઈ કાળુભાઈ નાથજી જાતે બાવાજી (20) રહે ટીંબડી ગામના પાટીયા પાસે શક્તિનગર ઉમા સર્વિસ સ્ટેશન પાછળ મોરબી અને માલ ભરી આપનાર વિજયભાઈ ભરવાડ રહે ચૂંપણી તાલુકો હળવદ તેમજ માલ મંગાવનાર મુન્નાભાઈ ઝાલાભાઇ ગોલતર જાતે ભરવાડ રહે વટવા અમદાવાદ વાળા ની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે

જેમાં તેને જણાવી છે. કે આરોપીએ આઇસર મેટાડોરમાં નીમ કોટેડ યુરિયા ખાતર 16280 કિલો જથ્થો જેની કિંમત રૂપિયા 97680 થાય છે તે ખેતી સિવાયમાં ઉપયોગમાં રેજીન બનાવવા માટે ઔદ્યોગિક હેતુ માટે વપરાશ કરી ગુનો કરેલ છે જેથી હાલમાં રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ 185 ની કલમ 25 (1) તથા આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બી એમ બગડા ચલાવી રહ્યા છે

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!