Sunday, July 14, 2024
HomeBusinessનકલી સિમકાર્ડ લેવા પર 50 લાખનો દંડ, માત્ર 9 સીમકાર્ડ ખરીદી શકવાની...

નકલી સિમકાર્ડ લેવા પર 50 લાખનો દંડ, માત્ર 9 સીમકાર્ડ ખરીદી શકવાની પરવાનગી,આજથી લાગુ થયો નવો ટેલિકોમ કાયદો 

ભારતમાં આજથી નવો ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ કરવામાં આવ્યો છે. નવા એક્ટને પ્રમાણે ભારતીય લોકો એક નામ પર હવે માત્ર 6 સિમકાર્ડ જ લઈ શકશે.

આજથી એટલે કે 26 જૂન 2024ના રોજ નવો ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. આ ટેલિકમ્યુનિકેશન સેક્ટરમાં ઘણા બદલાવ આવનારા દિવસોમાં જોવા મળશે. આ એક્ટ લાગુ થવાથી ભારતીય લોકો પુરા જીવનમાં માત્ર 9 સિમ કાર્ડ જ લઈ શકશે. આ સાથે હવે જો નકલી સિમકાર્ડ લેવા પર 3 વર્ષની જેલ અને 50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. આ નવો એક્ટ સરકારની રાષ્ટ્રીય સુરક્ષાના કારણે કોઈ પણ ટેલિકોમ સર્વિસ અથવા નેટવર્કને ટેક ઓવર, મેનેજમેન્ટ અથવા તેને સસ્પેન્ડ કરવાની પરવાનગી આપે છે.

નવા ટેલિકમ્યુનિકેશન એક્ટ લાગુ થવાની સાથે હવે એ પણ નિયમ લાગુ થશે કે ભારતનો કોઈ પણ નાગરિક 9 સીમકાર્ડથી વધુ નહીં લઈ શકે. આ સાથે જમ્મૂ કશ્મીર અને નોર્થ ઇસ્ટ રાજ્યોના લોકો 6 સિમકાર્ડ જ લઈ શકશે. જો તેના કરતા વધુ સિમકાર્ડ તેના નામ પર હશે તો તેને પહેલીવાર 50,000 રૂપિયાનો દંડ અને બીજી વખત 2 લાખ રૂપિયાનો કરવામાં આવશે. આ સાથે નકલી સિમ કાર્ડ લેવા પર 50 લાખ રૂપિયાનો દંડ અને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે.

નવા એક્ટ મુજબ હવે ફરજિયાત કરવામાં આવ્યું છે કે દરેક કંપનીએ સામાન અને સેવાઓ માટે જાહેરાત અને પ્રમોશનના મેસેજ મોકલવા માટે પહેલા પરમિશન લેવી પડશે. કાયદામાં એ પણ કહેવામાં આવ્યું છે કે ટેલિકોમ સર્વિસ આપનાર કંપનીએ એક ઓનલાઈન મિકેનિઝમ બનાવવું પડશે. જ્યાં યુઝર પોતાની ફરિયાદ ઓનલાઈન આપી શકે.

તમને જણાવીએ કે ટેલિકોમ બિલ 20 ડિસેમ્બર 2023ને લોકસભા અને 21 ડિસેમ્બરના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સહી કરવાની સાથે કાયદો બદલવામાં આવ્યો હતો. તમને જણાવીએ કે આ કાયદામાં કુલ 62 સેક્શન છે, જેમાં 39 સેકશન લાગુ કરવામાં આવ્યા છે.

આ કાયદો 138 વર્ષ જુના ભારતીય ટેલિગ્રાફ અધિનિયમની જગ્યા આ કાયદો લેશે જે હવે ટેલિકોમ સેક્ટરને કંટ્રોલ કરે છે. આ સિવાય ધ ઇન્ડિયા વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ 1933ની જગ્યા પણ નવો કાયદો લેશે. જે TRAI એક્ટ 1997માં પણ સુધારો કરશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!