Sunday, July 14, 2024
HomeFeatureદક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

આજથી તા.26 સુધી રાજયભરમાં મધ્યમથી ભારે વરસાદ પડશે: હવામાન વિભાગ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવે ચોમાસુ સક્રિય થઈ ગયુ છે અને ગઈકાલથી સર્વત્ર સામાન્યથી માંડી ભારે વરસાદ પડવા લાગ્યો છે. ત્યારે હવે આજથી આગામી તા.26 સુધી હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે.રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે અમરેલી, લાઠી, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતા. તો પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં બેથી અઢી ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો.

રાજકોટ, ગોંડલ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ પડ્યો છે. જ્યારે છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર મેઘ મહેર થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દ્વારકાના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો છે.

મેઘરાજાના આગમન સાથે જ દરિયામાં 12થી 15 ફુટ મોજા ઉછળી રહ્યા છે. હતા. જેને લઈને તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.

તથા નર્મદા, સુરત, ડાંગ, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભરૂચ, નવસારી, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, જામનગર, દ્વારકા, બોટાદ, કચ્છમાં ભાવનગર, ગીરસોમનાથના હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે. 25મી જૂને દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે થી અતિભારે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. 26મી જૂને બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!