પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર તરફથી એક્સાઇઝ ડ્યૂટી લગાવવામાં આવે છો. તો રાજ્ય સરકાર દ્વારા વેટ વસૂલ કરવામાં આવે છે. આ સિવાય પરિવહન ખર્ચ અને ડીલર કમીશન જોડી અંતિમ કિંમત આવે છે.
પેટ્રોલ-ડીઝલને લાંબા સમયથી જીએસટી હેઠળ લાવવાની માંગ કરવામાં આવી રહી છે. જો તેમ થાય તો દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ મીડિયા સાથે વાતચીતમાં એક સવાલના જવાબમાં કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલને ગુડ્સ એન્ડ સર્વિસ (GST)હેઠળ લાવવા ઈચ્છે છે. હવે રાજ્યોએ તે વિશે નિર્ણય લેવાનો છે અને તે સાથે આવી દર નક્કી કરે.
હકીકતમાં પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર તરફથી એક્સાઇઝ ડ્યૂટી (Excise Duty) લગાડવામાં આવે છે. તો રાજ્ય સરકાર દ્વારા વેટ વસૂલવામાં આવે છે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને ડીલર કમીશનનો સરળાવો કરી અંતિમ કિંમત નક્કી થાય છે.
અત્યારે કઈ રીતે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ?
ઉદાહરણ માટે વર્તમાન સમયમાં દિલ્હીમાં પેટ્રોલની બેઝ પ્રાઇઝ 55.46 રૂપિયા છે. તેના પર 19.90 રૂપિયાની એક્સાઇઝ ડ્યૂટી, 15.39 રૂપિયાનો વેટ લાગે છે. ત્યારબાદ પરિવહન ખર્ચ અને ડીલર કમીશન ક્રમશઃ 20 પૈસા અને 3.77 રૂપિયા લાગે છે. તેવામાં અંતિમ કિંમત 94.72 રૂપિયા થાય છે.
તો દિલ્હીમાં ડીઝલની બેઝ પ્રાઇઝ 56.20 રૂપિયા છે. તેના પર 15.80 રૂપિયાની એક્સાઇઝ ડ્યૂટી, 12.82 રૂપિયાનો વેટ લાગે છે. ત્યારબાદ પવિવહન ખર્ચ અને ડીલર કમીશન ક્રમશઃ 22 પૈસા અને 2.58 રૂપિયા લાગે છે. તેવામાં અંતિમ કિંમત 87.62 રૂપિયા થાય છે.
GST માં આવવાથી 20 રૂપિયા સસ્તું થઈ શકે છે પેટ્રોલ
જો પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે તો ઘણો ફાયદો થશે, કારણ કે જીએસટીનો મહત્તમ દર 28% છે. દિલ્હીમાં પેટ્રોલની બેઝ પ્રાઇઝ 55.46 રૂપિયા છે. તેના પર જીએસટી લગાવવામાં આવે તો ટેક્સ 15.58 રૂપિયા થાય છે. જો પરિવહન ખર્ચ અને ડીલર કમિશન અનુક્રમે 20 પૈસા અને રૂ. 3.77 ઉમેરવામાં આવે, તો અંતિમ કિંમત રૂ. 75.01 થાય છે. આવી સ્થિતિમાં પેટ્રોલ 19.7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઈ શકે છે.