સ્માર્ટફોનમાં અનેક એવાં સેટિંગ હોય છે જે આપણાં માટે ખૂબ જરૂરી હોય છે, પરંતુ આપણને એની જાણ હોતી નથી. તો આજે અમે તમને સ્માર્ટફોનના એક એવાં ફીચર વિશે જણાવીશું જેમાં તમે મોબાઇલ નેટવર્ક વગર પણ કોઇને કોલ કરી શકો છો. આ માટે તમારે વધારે મહેનત કરવાની નથી, પરંતુ સેટિંગ કરવાનું રહેશે. આમ, ઘણી વાર એવું થતું હોય છે કે, કોઇને કોલ કરવો છે પરંતુ આપણે એવી જગ્યા પર હોઇએ જેનાં કારણે ફોન લાગતો નથી અને આપણું અગત્યનું કામ અટકી જાય છે. આમ, તમારી સાથે પણ આવું થાય છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો જાણો આ માટે શું કરશો.
આમ, તમને જણાવી દઇએ કે આજનાં સમયમાં લગભગ દરેક સ્માર્ટફોનની કંપની ફોનમાં WiFi કોલિંગ ફીચર આપે છે. આ ફીચરની મદદથી તમે ફોનમાં સેલુલર નેટવર્ક ના હોવા છતાં પણ વોઇસ કોલ કરી શકો છો. તો જાણો WiFi કોલિંગ વિશેની પૂરી માહિતી.
શું છે WiFi calling ટેક્નોલોજી?
WiFi calling એક એડવાન્સ ટેક્નોલોજી છે. આ ફીચર સ્માર્ટફોન યુઝર્સને નેટવર્ક વગર WiFi નેટવર્કનો ઉપયોગ કરીને કોલિંગ કરવાની સુવિધા આપે છે. આ ફીચર નેટવર્ક વગરની જગ્યાઓ પર કોલિંગ સર્વિંસને બનાવી રાખે છે. આમ, તમને જણાવી દઇએ કે આ ફીચર ગ્રામીણ વિસ્તાર, કોઇ પહાડી જગ્યા પર તેમજ એવી જગ્યા પર જ્યાં નેટવર્ક નબળું આવે ત્યાં તમને કામમાં આવી શકે છે.
WiFi calling ના ફાયદાઓ
આ ફીચરનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારું રિચાર્જ પૂરું થઇ ગયું છે તો પણ તમે એની મદદથી કોલ કરી શકો છો. આ ફીચરથી તમારા પૈસા પણ બચે છે. આટલું જ નહીં સેલ્યુલર નેટવર્કની તુલનામાં આનાથી કોલ ક્વોલિટી ઘણી સારી આવે છે. WiFi calling ફીચરમાં તમને કોલ ડ્રોપ્સની સમસ્યામાં એકદમ ઓછી મળે છે.
WiFi Calling ફીચરને ઇનેબલ કરવું સરળ છે. મોટાભાગના સ્માર્ટફોનમાં આ પ્રોસેસ લગભગ એક જેવી હોય છે. પરંતુ અનેક વાર તમારા ફોનના મોડલ અને તમે કયા ટેલિકોમ ઓપરેટરનું સિમ કાર્ડ યુઝ કરો છો એમાં નાનો-મોટો કોઇ ફેરફાર હોઇ શકે છે. આ ફીચરને ઇનેબલ કરવા માટે સૌથી પહેલાં ફોનના સેટિંગમાં જાવો. હવે સેટિંગમાં કોલ સેટિંગના ઓપ્શન પર ક્લિક કરો. કોલ સેટિંગમાં તમને WiFi Calling નો ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શનની સામે દેખાતા ટોગલને ઓન કરી દો. ધ્યાન રાખો કે આ ફીચર ત્યારે જ કામ કરશે જ્યારે ઘરમાં બ્રોડબેન્ડ કનેક્શન હોય.