Sunday, July 14, 2024
HomeFeatureમોરબીના જલારામ મંદિર દ્વારા કચ્છ-રાપર લોહાણા કન્યા છાત્રાલયમાં શૈક્ષણિક કીટ અર્પણ

મોરબીના જલારામ મંદિર દ્વારા કચ્છ-રાપર લોહાણા કન્યા છાત્રાલયમાં શૈક્ષણિક કીટ અર્પણ

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કચ્છ-રાપર સ્થિત લોહાણા ક્ધયા છાત્રાલય ખાતે વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જેમાં 40 જેટલી વિદ્યાર્થીની બહેનોને દશ-દશ ફુલસ્કેપ નોટબુક, પેન્સિલ, ઈરેઝર, શાર્પનર, સ્કેલ, પાઉચ સહીતની વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાપર લોહાણા ક્ધયા છાત્રાલય ખાતે લોહાણા સમાજ ની દીકરીઓને વિનામુલ્યે શિક્ષણ ઉપરાંત રહેવા-જમવાની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.

આ ભગીરથ કાર્યમાં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની સહીતનાં અગ્રણીઓ જોડાયા હતા. મોરબી જલારામ પ્રાર્થના મંદિરના સેવાકાર્યો બદલ રાપર લોહાણા ક્ધયા છાત્રાલયના અગ્રણી અંજનાબેન ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર સહીતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!