
મોરબીમાં ગઈકાલે સાંજે 5 વાગ્યે મેઘરાજાની વિધિવત એન્ટ્રી થઇ હોય તેમ મોરબી સહિતના આજુ બાજુ વિસ્તારમાં સારો એવો વાવણી લાયક વરસાદ પડી જતા ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ હતી. સમગ્ર ગુજરાતમાં વિવિધ વિસ્તારમા વરસાદ પડતો હોય પરંતુ મોરબી કોરૂ ધાકોડ રહેતું હતું. પરંતુ ગઈ કાલે 5 વાગ્યાથી મોન્સૂન મોરબી પર મહેરબાન થયું હોય તેમ ધોધમાર વરસાદ વરસી જતા લોકોને ગરમીના ઉકળાટ માંથી થોડી રાહત મળી હતી. જયારે સનાળા રોડ પર પાણી ભરાતા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી પર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.






































