
મનોદિવ્યાંગ બાળક માટે તેના પિતાએ સંસાર છોડી દીધો હતો અને સાધુ સન્યાસી બની જઇને તેમના મનો દિવ્યાંગ બાળક જેવા બાળકોની મદદ કરવા માટેનો નિર્ધાર કર્યો હતો અને ત્યારબાદ મોરબીમાં આ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું હતું.બાદમાં હાલ તેઓ પોતાના પુત્રને સાથે લઈને હરિદ્વાર આશ્રમમાં ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે.

દરમિયાનમાં તેઓના મનો દિવ્યાંગ પુત્ર જય ઓરિયા દ્વારા સાહસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યાં માઇનસમાં તાપમાન હોય તેવી વિકટ ગણાતી ચારધામ પૈકીની કેદારનાથ યાત્રા પૂરી કરી હતી.એવું કહેવાય છે કે શ્રદ્ધાપૂર્વક જો શિવના સાનિધ્યમાં જવું હોય તો આપોઆપ આંતરિક ઊર્જાનો સંચાર થાય છે.

તેવું જ ઉદાહરણ મોરબીના મનો દિવ્યાંગ જય ઓરીયાએ પુરૂ પાડયુ હતુ.જયાં ઝીરો કે માઇનસ ડિગ્રીમાં તાપમાન હોય અને તેમાં પણ અનેક પડકારો હોય તેવી કેદારનાથની યાત્રા 5 દિવસમાં પુરી કરીને કેદારનાથ ભગવાન શિવના સાનિધ્યમાં રોકાયા હતા.તેમજ પગપાળા યાત્રા કરીને ભૈરવ બાબા, મોદી ગુફા, પર્વત ઉપરનુ ટ્રેકિંગ પણ કર્યું હતુ.




































