Monday, April 21, 2025
HomeFeatureમોરબી એસપી કચેરી ખાતે નવા ફોજદારી કાયદા અંગે કાર્યક્રમ યોજાયો

મોરબી એસપી કચેરી ખાતે નવા ફોજદારી કાયદા અંગે કાર્યક્રમ યોજાયો

મોરબી જીલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આગામી સમયમાં અમલમાં આવનારા નવા ફોજદારી કાયદા જેમ કે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે પ્રાસંગીક કાર્યક્રમ યોજાયો હતો.

તેમાં નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ અને શિક્ષણવિદ પી.ડી.કાંજીયા સંચાલિત નવયુગ લો કોલેજ-વી252 (મોરબી)ના પ્રિન્સિપાલ ડો.સંઘવીએ નવા ફોજદારી કાયદામાં આવનાર ફેરફાર અંગે પોલીસ અધિકારીઓ, પીએસઆઇ, એએસઆઇ તથા અન્ય પોલીસ કર્મીઓને રસપ્રદ માહિતી પુરી પાડી હતી.

સમયના વહેણની સાથે અંગ્રેજના સમયના જુના પુરાણા જુના કાયદાઓના સ્થાને નવા કાયદાની અમલવારી કરવાની શા માટે જરૂરીયાત ઉપસ્થિત થઈ તે અંગે પણ સમજણ આપી હતી.તેમજ અત્યારના આધુનિક સમયમાં કાયદાને મજબૂત કરી ગુનાખોરીના ક્ષેત્રે બદલાતી જતી પધ્ધતિઓ અંગે જાણ કરેલ હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર રહેલ હતા

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!