Monday, April 21, 2025
HomeFeatureમોરબી: ભારતીય સૈન્યમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે નિવાસી તાલીમ યોજાશે

મોરબી: ભારતીય સૈન્યમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે નિવાસી તાલીમ યોજાશે

મોરબીમાં રોજગાર વિનિમય કચેરી દ્વારા તાલીમવર્ગ યોજાશે : આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળ, પેરા મિલીટીરી ફોર્સ તથા પોલીસ ફોર્સ જોડાવા માંગતા ઉમેદવારો માટે નિવાસી તાલીમ  યોજાશે

ભારતીય સૈન્યમાં જોડાવા માંગતા ઉમેદવારોને રોજગારી વિનિમય કચેરી મોરબીની યાદીમાં જણાવ્યું છે કે, તા.૧૧-૦૭-૨૦૨૪ થી ૨૦-૦૭-૨૦૨૪ દરમિયાન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભાવનગર ખાતે ભરતી રેલી યોજાનાર છે જેમાં ગુજરાતના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળ, પેરા મિલીટરી, અને પોલીસમાં વધુ ને વધુ ઉમેદવારો જોડાય તે માટે ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક ક્ષમતા માટેની નિવાસી તાલીમ ( રહેવા જમવાની સગવડતા સાથે) દિવસ ૩૦ માટેના ફક્ત પુરુષ ઉમેદવારો માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે.

 જેમાં ઉંમર-૧૭  થી ૨૧ વર્ષ, અભ્યાસ. ૧૦ પાસ કે તેથી વધુ. ધો. ૧૦માં ઓછામાં ઓછા ૫૦% ફરજીયાત અને દરેક વિષયમાં ૩૩% માર્કસ ફરજીયાત, ધો.૧૨ પાસ, ઉંચાઇ ૧૬૮ સે.મી. કે તેથી વધુ, વજન-૫૦ કિ.ગ્રા. કે તેથી વધુ,  છાતી ૭૭ સે.સી. (ફુલાવ્યા વગર) અને ૮૨ સે.મી (ફુલાવીને) તેમજ તબીબી રીતે ફીટ ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રો સાથે તા.૨૭/૦૬/૨૦૨૪ સુધીમાં (રજા સિવાયના દિવસો દરમિયાન) ૧૦:૩૦ થી ૦૬:૦૦ સુધીમાં રોજગાર વિનિમય કચેરી મોરબીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે. અગાઉ આ કચેરી દ્વારા આયોજીત નિવાસી તાલીમમાં ભાગ લીધેલ હોય તે ઉમેદવાર પ્રવેશપાત્ર રહેશે નહી.

વધુ માહિતી માટે અત્રેની કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૮૨૨ – ૨૪૦૪૧૯ પર સંપર્ક કરવા એમ.એન. સવનીયાની યાદીમાં જણાવવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!