Wednesday, March 26, 2025
HomeFeatureગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી! જાણો ક્યાં કેવો વરસ્યો વરસાદ?

ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી! જાણો ક્યાં કેવો વરસ્યો વરસાદ?

રાજ્યમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે. સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 28 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યમાં હજુ 6 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી આપી છે.

છેલ્લા લગભગ 10 દિવસથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયું છે. જો કે, હવે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં અને સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠાના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ આવ્યો છે.

તો સુરત અને તાપીમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. તો આ તરફ નવસારીમાં આવેલી અંબિકા નદી પર બનેલા દેવધા ડેમના દરવાજા સાવચેતીના ભાગ રૂપે ખોલવામાં આવ્યા છે. જેનાથી અંબિકા નદીમાં પાણીની આવક થતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

સુરત-ભરૂચમાં ધોધમાર

સુરત જિલ્લાના પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ, અને અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. જ્યારે ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું હતું, અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાપોદ્રા, ગડખોલ, ભડકોદ્રા, પીરમાણ અને કોસમડી સહિતના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.

વેરાવળ-અમરેલીમાં વરસાદ

વેરાવળ શહેરમાં આજે સવારે સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે અમરેલી જિલ્લામાં આજે છુટોછવાયો વરસાદ પડ્યો છે. રાજુલા અને જાફરાબાદ પંથકના કેટલાક ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વેરાવળ શહેરમાં સામાન્ય વરસાદે જ શહેરના મુખ્ય સટ્ટા બજારમાં પાણી ભરાવવાનું કારણ બન્યું છે.

ગીરગઢડામાં વરસાદ

ગીરગઢડા તાલુકાના ધોકડવા જસાધાર ગામમાં આજે મેઘરાજાનું આગમન થયું છે. અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પોકારી રહેલા લોકોને આ વરસાદથી રાહત મળી છે. વરસાદના કારણે ગામમાં ઠંડા પવન ફૂંકાવા લાગ્યા છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!