Sunday, July 14, 2024
HomeBusinessવિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં ભૂજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરીયલ

વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં ભૂજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરીયલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોશ્યલ મીડિયા ‘એકસ’માં લખ્યું- ગુજરાત માટે ગૌરવની ક્ષણ

વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલનો સમાવેશ કરાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના X અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

જેમાં તેમણે ગુજરાત માટે ગર્વ લેવા જેવી વાત શેર કરી છે. જેમાં UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles  એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને આ એવોર્ડ અપાયો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે. 2001 ના વિનાશક ભૂંકપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં અને કચ્છની ખુમારીને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવે તેવું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન હતું.

ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ!

UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આ વિઝન અનુસાર, ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઈન અદ્ભુત છે. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે. આ મ્યુઝિયમ પરમતત્વની અલૌકિક અનુભૂતિ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!