ગંગા સ્વરૂપ સહાય સમિતિ હંમેશા ગરીબ પરિવારોને અને ગંગા સ્વરૂપ બહેનોને તથા તેમની દીકરીઓને રોજગારી મળે તેવી ભાવના સાથે સિવણ તાલિમ કેન્દ્ર બ્યુટી પાર્લર કેન્દ્ર તથા આર્થિક રીતે પછાત વર્ગના લોકોને અનાજ કીટ સહાય આપે છે જેમાં વાઘપરા શેરી નં -૪ મોરબી મા આર્થિક સ્થિતિ નબળી હોય તેવા બહેનો માટે સિવણ તાલિમ કેન્દ્ર ખોલવામાં આવ્યું આ તાલિમ કેન્દ્રનું ઉદઘાટન નાની બાળાના હસ્તે સિલાઈ મશીન પર સ્વસ્તિક અને ચંદન પુષ્પ થી કરવામાં આવ્યું આ સમયે ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા ના માર્ગદર્શન હેઠળ શારદાબેન આદ્રોજા રસીલાબેન કૈલા અલ્પાબેન કક્કડ ઉમાબેન જાગૃતિબેન તથાદરશનાબેનભટૃઆ સમિતિ ના સભ્ય ટી સી ફુલતરિયા અને કેન્દ્ર સંચાલિકા આરતી બેન રત્નાણી ની હાજરીમાંઉદઘાટન કર્યું

આ સેવાકીય કાર્યમાં યોગાનુયોગ આરતી બેનના પિતાશ્રી નટવરભાઈ નો જન્મ દિવસ હોય કેક કાપી તેમને ગંગા સ્વરૂપ સહાય સમિતિના સભ્યો તથા હાજર તમામ બહેનો અને તેમના કુટુંબીજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી સાથોસાથ સમિતિના સભ્યોનુ ગુલાબના ફૂલથી સન્માન આરતી બેનના કુટુંબીજનો દ્વારા કરવામાં આવ્યું અને મીઠા મોં કરીને કેન્દ્રમાં આવતા બેનો રોજગારી મેળવીપગભર બને તેવા આશયથી આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેવુ આ સમિતિ ના સભ્ય શ્રી ટી સી ફુલતરિયા ની યાદી માં જણાવવામાં આવે છે
























































