વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તાલુકા તથા શહેરના અનુસૂચિત જાતિના આગેવાનો અને સભ્યોનું સંમેલન યોજાયું

(અજય કાંજીયા) રાજકોટ રેંજના વડા પોલીસ મહાન નિરીક્ષક  અશોક કુમાર યાદવ  તથા મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠ ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ડિવિજનના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ સારડા  તથા વાંકાનેર સીટીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. તથા વાંકાનેર તાલુકાના ઇન્ચાર્જ પી.એસ.આઇ એમ.જે.ધાંધલ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જાતિના આગેવાનો અને સભ્યોને આમંત્રીત કરવામાં આવ્યા હતા અને એક સંમેલનનું આયોજન સિટી પોલીસ સ્ટેશન ખાતે જ કરવામાં આવ્યું. જેમાં કાયદો અને વ્યવસ્થા, નશા મુક્તિ, તેમજ અન્ય પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા પણ અનેક પ્રશ્નો કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિના આગેવાનો જી.કે.વરીયા, રસિકભાઈ વોરા, પ્રેમજીભાઈ જેપાર, અરવિંદભાઈ આંબલીયા, ગોવિંદભાઈ મકવાણા, હેમુભાઇ ચાવડા, મનુભાઈ સારેશા, સોલંકી મોહનભાઈ, વિનોદભાઈ ચાવડા, પ્રેમજીભાઈ પરમાર તથા અન્ય વાકાનેર તાલુકા તેમજ શહેરના આગેવાનો સાથે સંમેલનમાં કાયદો વ્યવસ્થા અંગે ચર્ચાઓ થઈ હાલે કાયદો વ્યવસ્થાના કોઈ પ્રશ્ન જણાય આવેલ નથી

નશા મુક્તિ અને કેરિયર કાઉન્સિલિંગમાં કાર્યક્રમ કરવા અને તે અંગે નક્કર પગલા લેવાની રજૂઆત કરી દરેક સભ્યોની રજૂઆત અને આવકાર સાંભળીને અન્ય ખાતાના પ્રશ્નો પૈકી અનુ જાતિ વિસ્તાર જેવા કે આંબેડકર નગર ૩,૪,૫ તથા અન્ય વિસ્તારોમાં રોડ રસ્તાની હાલત સુધારવા ની જરૂરત જણાયેલ.

જો રસ્તાની હાલત સુધરશે તો નાના-મોટા એકસીડન્ટથી મુક્તિ મળશે મોબાઈલના ઉપયોગ અને યુવાનોમાં સાયબર ક્રાઇમ ની જાગૃતિ ,કેરિયર કાઉન્સિલિંગ અને વ્યવસાયલક્ષી તાલીમ તેમજ શૈક્ષણિક તાલીમ પુરી પાડવાનો કાર્યક્રમ કરવાની તૈયારી બતાવી સંમેલન પૂર્ણ કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!
Exit mobile version