આજથી રાજ્યભરની શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂ થઈ ગયું છે ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં કુમકુમ તિલકથી આવકારવામાં આવ્યા હતા. અને છેલ્લા ઘણા દિવસોથી સૂમસામ શાળાઓના ક્લાસરૂમ આજથી ફરી પાછા બાળકોને કલરવથી ગુંજવા લાગ્યા છે અને કલાસરૂમમાં આવીને વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરવા લાગ્યા છે.

ઉનાળુ વેકેશન આજથી પૃરું થયું છે અને નવા વર્ષનું શિક્ષણ કર્યા આજથી મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યા શરૂ થઈ ગયું છે ત્યારે દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને મોઢા મીઠા કરાવીને શાળામાં આવકારવામાં આવ્યા હતા.






















































