Monday, April 21, 2025
HomeFeatureગુજરાતના આ 2 જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો! જાણો કડાકા સાથે ક્યારે પડશે...

ગુજરાતના આ 2 જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો! જાણો કડાકા સાથે ક્યારે પડશે વરસાદ?

ગુજરાતમાં હાલ ગરમીમાં આંશિક રાહત મળી છે પરંતુ રાજ્યમાં ધોધમાર વરસાદને લઈ કોઈ શક્યતા દેખાઇ રહી નથી.  હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ આવતા જ આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે. આજે રાજકોટ અને ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ જિલ્લાના લોધિકાના અમર ઈટારા, હરીપર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. અહીં સાપુતારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યું હતું. 

ગુજરાતમાં હાલ ગરમીમાં આંશિક રાહત મળી છે પરંતુ રાજ્યમાં ધોધમાર વરસાદને લઈ કોઈ શક્યતા દેખાઇ રહી નથી.  હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં હાલ પાંચ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.  આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં બે દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજકોટ જિલ્લામાં અને ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો છે.         

શાપર-વેરાવળ માં ભારે પવન સાથે મેધરાજાનું આગમન

કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ માં અસહ્ય ઉકળાટ બાદ બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા ડીબાંગ વાદળોનો ખડકલો જોવા મળતો હતો. જેમાં ભારે પવન સાથે વરસાદ નું આગમન થતા બને શહેર ના મેઈન રોડ પર પાણી વહેતા થયા હતા.અસહ્ય ઉકળાટ બાત અચાનક ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ નું આગમન થતા ગરમી માં પણ થોડી રાહત શહેરીજનો ને મળી છે.વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો માં પણ ખુશી નો માહોલ જોવા મળતો હતો.

ગુજરાતમાં આવીને નબળુ પડ્યુ ચોમાસું

ગુજરાતમાં વહેલુ ચોમાસું આવતા કોઈ હરખાવાના સમાચાર નથી, કારણ કે, ચોમાસું વહેલુ આવતા જ નબળુ પડી ગયું છે. આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહી કરાઈ છે. રાજ્યમાં ચોમાસુ પ્રવેશ્યું પણ નબળું પડ્યું છે. તેથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકે છે. આજે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થન્ડર સ્ટોર્મ ઉપરાંત છુટાછવાયા હળવા વરસાદની આગાહી છે. જોકે, આગામી કેટલાક દિવસ તાપમાનમાં મોટો ફેરફારની કોઈ સંભાવના નથી.

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદ અને થન્ડરસ્ટોર્મની આગાહી છે. તાપમાન મામલે હાલ કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. આજે અમદાવાદમાં અને ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન નહીં રહી રહેશે છે. ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલરના કારણે વરસાદ છે, જેની માત્રા ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસુ હાલ નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે.

પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જુને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જુને જ આવી ગયું છે. ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે, આ કોઈ નવી વાત નથી. અનેકવાર ભૂતકાળમાં એવુ બન્યુ છે કે ચોમાસું સમય કરતા વહેલું આવે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!