રિવ્યૂ મિટીંગમાં પીએમ મોદીને જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા સાથે જ અત્યાર સુધીમાં લેવામાં આવેલા પગલા વિશે જાણકારી આપવામાં આવી હતી. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે પણ વાત કરી છે.

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક આતંકી હુમલા બાદ પીએમ મોદીએ ખુદ મોર્ચો સંભાળી લીધો છે. તેમણે સુરક્ષા એજન્સીઓ સાથે વિવિધ પક્ષે આતંકવાદીઓ સામે પુરી ક્ષમતા સાથે મુકાબલો કરવાના સ્પષ્ટ નિર્દેશ આપી દીધા છે. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિને લઈને ગુરુવારે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર હતા. રિવ્યૂ મિટીંગમાં પીએમ મોદીને જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા સાથે જ અત્યાર સુધીમાં લેવામાં આવેલા પગલા વિશે જાણકારી આપવામાં આવી હતી. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે પણ વાત કરી છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે જમ્મુ કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ તેને લઈને હાઈ લેવલ મીટિંગની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે એનએસએ અજિત ડોભાલ પણ હાજર હતા. આ દરમ્યાન પીએમ મોદીએ આતંકી ઘટના સાથે આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવામાં આવી રહેલા અભિયાન વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમને અત્યાર સુધીના સમગ્ર ઘટનાક્રમથી અવગત કરાવ્યા હતા. ત્યાર બાદ પીએમ મોદીએ સિક્યોરિટી એજન્સીઝ અને અન્ય સ્ટેકહોલ્ડર્સને પણ પુરી ક્ષમતા સાથે આતંકવાદીઓને જવાબ આપવાના સ્પષ્ટ નિર્દેશ આપી દીધા છે. સાથે જ કહ્યું કે, આપણી પાસે જે પણ સંસંધાન છે, આતંકવાદીઓના નિવારણમાં દરેક વસ્તુનો ઉપયોગ કરો.

પીએમ મોદીએ અમિત શાહ સાથે વાત કરી
પ્રધાનમંત્રી મોદીએ ખુદ ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મુદ્દા પર વાત કરી છે. તેમણે હોમ મિનિસ્ટરને જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોની તૈનાતી અને કાઉંટર ટેરરિઝ્મ ઓપરેશન વિશે ચર્ચા કરી છે. તેની સાથે જ પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે પણ વાત કરી છે. તેમને સિન્હાને જમ્મુ કાશ્મીરમાં હાલત વિશે જાણકારી લીધી. પીએમ મોદીને સ્થાનિક પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં ઉઠાવેલા પગલા વિશે સમગ્ર જાણકારી આપી છે.




















































