Tuesday, February 11, 2025
HomeFeatureમોરબી-રાજકોટ એસ.ટી.બસમાં એ.સી. બંધ હોવાને કારણે રૂા.2700ની પેનલ્ટી

મોરબી-રાજકોટ એસ.ટી.બસમાં એ.સી. બંધ હોવાને કારણે રૂા.2700ની પેનલ્ટી

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઇન્દુભા રાઓલ, ગજુભા જાડેજા, મહિલા સામાજીક અગ્રણી મનીષાબા વાળા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, નિશાબેન સોલંકી, પ્રફુલાબેન ચૌહાણની યાદી જણાવે છે કે, તાજેતરમાં રાજકોટ ડેપોના 50% પંખા બંધ હતા આજ રીતે ધોળકા, સાવરકુંડલા, ભાવનગર બસપોર્ટ તથા અન્ય ડેપોની કાળઝાળ ગરમીમાં પંખાઓ બંધ હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી. જો કે તંત્રને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા આંદોલન અને ડેપો મેનેજરની ઓફિસમાં હલ્લાબોલ કરવાની ચીમકી અને ઉચ્ચસ્તરીય રજૂઆતોને પગલે રાજકોટ એસ.ટી બસ પોર્ટના તમામ પંખાઓ ચાલુ કરવાની ફરજ પડી હતી.

એસ.ટી બસ ડેપોની બેદરકારી અને લાપરવાહી વારંવાર ઉજાગર થઈ રહી છે. તા.11/5/24ના મોરબીથી બપોરના 3-10 કલાકે ઉપડેલી મોરબી રાજકોટ એસ.ટી.ની ઇલેક્ટ્રીક મીની એસી બસમાં ( બસ નંબર ૠઉં 1 ઊંઝ 0413) ભાડું ₹131 વસૂલી મુસાફરી નોન એ.સી.માં કરાવાતી હતી.

જે અંગેની એક જાગૃત મુસાફર દ્વારા ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિમાં ગજેન્દ્રસિંહ ઝાલાને ફરિયાદ કરવામાં આવતા સમિતિ દ્વારા રાજકોટ બસ ડેપોના કંટ્રોલરૂમમાં તે જ દિવસે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ તેમની ફરિયાદો નોંધવાની પોથીમાં ફરિયાદ નંબર 503620થી ફરિયાદ કરવામાં આવી અને જવાબદાર કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવા વિભાગીય નિયામક જે. બી. કરોતરા અને ડેપો મેનેજર વોલ્વોની કચેરી રાજકોટ ડેપો મેનેજર ઠુંમરને લેખિત રજૂઆત કરી આ અંગે દંડનીય કાર્યવાહી કરવા ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ વતી માંગ ઉઠાવવામાં આવી હતી.

મુસાફરોને પડતી હાલાકી અને હાડમારીને પગલે અને એ.સી બંધ હોવાનું ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિની રજૂઆતમાં તપાસના અંતે એ.સી. બંધ હોવાનું ફલિત થતા જવાબદાર કોન્ટ્રાક્ટરને ₹2700ની પેનલ્ટી કરવામાં આવી છે. યાત્રિકો જાગૃત બની ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ફરિયાદના કંટ્રોલરૂૂમ નંબર 94262 29396 પર 24 કલાકમાં ગમે ત્યારે એસટીને લગતા પ્રશ્નો, ફરિયાદો કે સૂચનો અંગે જાણ કરી શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!