આગામી ચોમાસુ સક્રિય થાય તેને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના ત્રણ ધારાસભ્યો દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે નર્મદાની કેનાલ મારફતે પાણી મળી રહે તેના માટે કેનાલમાં પાણી છોડવાની સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ચોમાસુ પાક લેવા માટે ખેડૂતો દ્વારા આગોતરું વાવેતર કરવામાં આવે છે તેવી જ રીતે આગામી ચોમાસુ પાક લેવા માટેની ખેડૂતો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી આપવા બાબતે રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે તેના માટે સરકારે તા. 10 જૂનથી 10 હજાર ક્યુસેક પાણી નર્મદાની કેનાલમાં છોડવાનો નિર્ણય કરવામાં આવેલ છે.