નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદના શપથગ્રહણ કરવાની સાથે 72 મંત્રીએ પણ શપથ લીધા હતા. આજે (10મી જૂન) પીએમ મોદીની કેબિનેટમાં વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. ગૃહ, નાણા, સંરક્ષણ અને વિદેશ સહિતના મહત્ત્વના ખાતા ભાજપે પોતાની પાસે રાખ્યા છે, ત્યારે જાણીએ વડાપ્રધાન મોદીના મંત્રીમંડળમાં સાથી પક્ષોના કયા નેતાને કયું મંત્રાલય ફાળવાયું છે.
જુઓ ભાજપના સાથી પક્ષોને કયું ખાતું મળ્યું

કેબિનેટ મંત્રી | ||
નામ | મંત્રાલય | પક્ષ |
એચ.ડી. કુમારસ્વામી | ભારે ઉદ્યોગ અને સ્ટિલ | જેડીએસ |
જીતનરામ માંઝી | લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ | હમ |
રાજીવ રંજન | પંચાયતી રાજ, મત્સ્ય- પશુપાલન અને ડેરી | જેડીયુ |
રામમોહન નાયડુ | નાગરિક ઉડ્ડયન | ટીડીપી |
ચિરાગ પાસવાન | ફૂડ પ્રોસેસિંગ | એલજેપી (RV) |
રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) | ||
નામ | મંત્રાલય | પક્ષ |
પ્રતાપરાવ જાધવ | આયુષ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ | શિવસેના |
જયંત ચૌધરી | કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા, શિક્ષણ | આરએલડી |
રાજ્યમંત્રી | ||
નામ | મંત્રાલય | પક્ષ |
રામદાસ આઠવલે | સામાજિક ન્યાય અને સશક્તિકરણ | આરપીઆઈ |
રામનાથ ઠાકુર | કૃષિ અને ખેડૂત કલ્યાણ | જેડીયુ |
અનુપ્રિયા પટેલ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ | અપના દળ(એસ) |
પી. ચંદ્રશેખર | ગ્રામિણ વિકાસ અને સંચાર | ટીડીપી |
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના મંત્રીમંડળમાં સાથી પક્ષોમાંથી 11 મંત્રી બનાવવામાં આવ્યા છે. 5 કેબિનેટ, 2 સ્વતંત્ર, જ્યારે 4 રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ દરમયિાન આજે વડાપ્રધાનના નિવાસસ્થાને મોદી 3.0ની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સિતારામન સહિતના કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓ ઉપસ્થિત છે. આ દરમિયાન કેબિનેટની પહેલી બેઠકમાં જે નિર્ણય સામે આવ્યા છે, તે મુજબ વડાપ્રધાન આવાસ યોજનાનો વધુ એક્સટેન્ડ કરાશે. આ યોજના હેઠળ ત્રણ કરોડ નવા ઘરો બનાવાશે. આ પહેલા મોદી 2.0 સરકારની આગેવાની હેઠળ 4.21 કરોડ ઘર બની ચુક્યા છે. આ ઉપરાંત તમામ ઘરોમાં વીજળી પહોંચાડવાનો અને તમામને એલપીજી આપવાનો નિર્ણય પણ લેવાયો છે.
















































































