મોરબી નજીકના કોયલી ગામ પાસે આવેલ ડેમી-3 ડેમમાં રીપેરીંગ કામ કરવાનુ છે જેથી કરીને તા 10/6 ના રોજ સવારે 9:30 વાગ્યેથી આ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ડેમનું પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ જેથી ડેમી નદીના પટ્ટમાં લોકોને અવર જવર ન કરવાની સુચના આપવામાં આવેલ છે

મોરબી જીલ્લામાં 10 ડેમ આવેલ છે તે પૈકીનાં મોરબીના કોયલી ગામ પાસે આવેલ ડેમી-3 ડેમમા રીપેરીંગ કામ કરવાનું છે જેથી કરીને સોમવારે તા.10/6 ના રોજ સવારે 9:30 વાગ્યે ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવેલ છે અને ડેમી નદીના પટ્ટમાં પાણી છોડવામાં આવ્યુ છે જેથી કરીને ડેમીની નીચેના ભાગમાં આવેલા કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, જીંજુડા, સામપર અને જોડિયા તાલુકાના માવનુ ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર ન કરવા માટે થઈને સિંચાઇ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે.

વધુમાં સિંચાઈ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વર્ષ 2002 થી ડેમી ત્રણ ડેમમાં પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આ ડેમની કુલ ક્ષમતા 339 એમસીએફટી છે જોકે હાલમાં આ ડેમની અંદર 8 % એટલે કે 28 એમસીએટી જેટલું પાણી ભરેલું છે અને હાલમાં ડેમના સ્ટ્રક્ચર નું ટેસ્ટિંગ સહિતની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ દરવાજાનું પેન્ટિંગ કામ કરવાનું હોય ડેમની અંદર રહેલ પાણીના જળ જથ્થાને નદીમાં છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને 18 એમસીએફટી પાણી નદીમાં છોડવામાં આવશે જેથી કરીને નીચેના વિસ્તારમાં આવતા ચેક ડેમો માં પાણી ભરાઈ જશે અને ખેડૂતોને તેનો લાભ મળશે















































































