Friday, March 21, 2025
HomeFeatureમાલદીવના રાષ્ટ્રપતિ પણ કાલે મોદીના શપથ સમારોહમાં હાજરી આપશે

માલદીવના રાષ્ટ્રપતિ પણ કાલે મોદીના શપથ સમારોહમાં હાજરી આપશે

શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, ભુટાન, મોરેશિયસ સહિતના રાષ્ટ્રોના વડાઓ પણ આવશે

લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમત મળતાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.આ કાર્યક્રમમાં અનેક દેશના દિગ્ગજ નેતાઓ હાજર રહી શકે છે. જેમાં માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુનું પણ નામ સામેલ છે.

ઉલ્લેખનીય છે, મોહમ્મદ મુઈજ્જુ માલદીવ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદથી ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધો નબળા પડ્યા છે. જેઓ બંને દેશો વચ્ચે સંબંધ સુધારવા મોદી સરકાર 3.0ની શપથવિધિમાં ભાગ લઈ શકે છે.

માલદીવ સરકારના અધિકારીના કહેવા પ્રમાણે મુઈજ્જુ નરેન્દ્ર મોદીના શપથવિધિ કાર્યક્રમ માટે દિલ્હી પહોંચશે. જો કે, સરકાર તરફથી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આ નથી.

આ કાર્યક્રમમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન, નેપાળ, મોરિશિયસ અને સેશેલ્સના નેતાઓને હાજરી આપવાના છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલવિક્રમસિંઘે, અને નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ આ સમારોહમાં હાજર રહેનાર છે.

ઉલ્લેખનીય છે, 2024માં નરેન્દ્ર મોદીની શપથવિધિ કાર્યક્રમમાં માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન ભારત આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ ગત વર્ષે લક્ષદ્વીપ ટાપુની મુલાકાત લીધા બાદ માલદીવ્સના સત્તાધીશોએ આક્ષેપો અને ટીકા કરતાં ભારત સાથેના સંબંધોમાં તિરાડ પડી હતી.

2023માં મુઈજ્જુ સત્તા પર આવ્યા બાદ ચીનનુ સમર્થન આપી રહ્યા છે, પોતાના ચૂંટણી મુદ્દામાં ભારતીય સૈન્યને દેશમાંથી બહાર કરવાનો પ્રચાર કર્યો હતો. સત્તા પર આવ્યા બાદ વચન પૂર્ણ કર્યું હતું.

ભારતીય સૈન્ય હવે માલદીવ્સમાં ઉપસ્થિત નથી. મુઈજ્જુએ એનડીએની જીત બાદ બુધવારે મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

મુઈજ્જુએ સોશિયલ મીડિયા X પર કહ્યું કે, મોદી, ભાજપ અને એનડીએને 2024ની લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજીવખત સફળ થવા બદલ અભિનંદન. હું બંને દેશોની સમૃદ્ધિ અને સ્થિરતા માટે આપણા ભાગીદારી હિતોને આગળ વધારવા એકજૂટ થઈ કામ કરવા માગુ છું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!