જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે આ વખતે ખાસ આગાહી કરતાં કહ્યું છે કે કઈ તારીખથી રાજ્યમાં ખેતી લાયક વરસાદ થશે અને ક્યારે વાવણી કરવાથી ખેડૂતોને વધુ ફાયદો થઈ શકે છે. માટે આડેધડ ખેતી કરવાની જગ્યાએ આ મુજબ ખેતીના શ્રીગણેશ કરજો
દેશમાં ચોમાસું સામાન્ય તારીખ પહેલા બેસી ગયુ છે. એટલું જ નહીં કેરળમાં વહેલું ચોમાસું બેસી ગયા બાદ પરિબળો સાનુકુળ હોવાના કારણે ચોમાસું તેજ ગતીએ આગળ વધી રહ્યુ છે. હાલ તે મહારાષ્ટ્ર સુધી પહોચી ગયું છે અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેવામાં ગુજરાતમાં પણ વહેલું ચોમાસું બેસી જાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. આ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે આ વખતે ખાસ આગાહી કરતાં કહ્યું છે કે કઈ તારીખથી રાજ્યમાં ખેતી લાયક વરસાદ થશે અને ક્યારે વાવણી કરવાથી ખેડૂતોને વધુ ફાયદો થઈ શકે છે. જેથી ખેડૂતોએ આડેધડ ખેતી કરવાની જગ્યાએ આ મુજબ ખેતીના શ્રીગણેશ કરવા જોઈએ જેનાથી પિયત વગેરે સમસ્યામાં રાહત મળે.
ચોમાસું આગળ વધવા માટે પરિબળો પણ સાનુકુળ છે. અને ગુજરાતમાં પણ સામાન્ય તારીખ કરતા વહેલુ બેસી જશે. ખેડુતોએ વાવણી માટેની તૈયારી શરુ કરી દિધી છે. જો કે ગુજરાતના અમુક ભાગોમાં ચોમાસાનો વિધીવત વરસાદ પહેલા પણ પ્રી મોનસુનનો વરસાદ થવાની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે આ વખતે ચોમાસાની રફતાર ઝડપી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે 15 જુન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અને વાવણી લાયક વરસાદ થશે. ભારે પવનની ગતી સાથે વરસાદ રહેશે. આંધી વંટોળનુ પ્રમાણ રહેશે. તેજ ગતિના પવનો ફુકાશે. સમગ્ર ગુજરાતમાં 12 થી 15 જુનમાં વાવણી લાયક વરસાદ થશે. જેથી ખેડૂતો આ તારીખોને ધ્યાનમાં રાખીને પોતાના ખેતરમાં વાવણી માટેની તૈયારી કરી શકે છે.