અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા કલેક્ટરને આવેદન
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, રાજકોટ મહાનગર દ્વારા ચીજ વસ્તુઓની અધિકતમ વેચાણ કિંમત અર્થાત એમ.આર.પી. બાબતે રાજકોટ કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ પ્રભવ જોીને એક આવેદન પત્ર આપવામા આવ્યું છે.

આવેદન પત્ર કેન્દ્ર સરકારના દિલ્હી ખાતેના ગ્રાહક બાબતોના મંત્રીને ઉદેશીને લખાયું છે જેમાં ચીજ વસ્તુની એમ.આરપ.ીમાં દેશની જનતા લુંટાઈ રહી છે તે બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એમ.આર.પીના કાનુની પ્રાવધાનને કારણે વેપારી અને ઉત્પાદકો બેફામ નફાખોરી કરવા માટે ચીજ વસ્તુની ઉત્પાદન કિંમત અને નફાના સરવાળા કરતા ઘણી જ વધુ કિંમતે વધુમાં વેચે છે.

અને પ્રજાન ખિસ્સા ખાલી થતા જાય ચે એમ આર.પી.નું કાનુની પ્રાવધાન કાનુની તમામ વિજ્ઞાન કાયદામાં મોજુદ છે તેમાં સુધારેલ કરી અને એમઆરપી મામલે સરકાર કોઈ ચોક્કસ નીતિ બનાવીને દરેક ઉત્પાદક અને નિર્માણ ને ચીજ વસ્તુના પેકીંગ ઉપર એમ આરપી (મેક્સીમમા રીટેલ પ્રાઈઝ)ને બદલે એફએસપી (ફર્સ્ટ સેલ પ્રાઈઝ) છાપવાનું શરૂ કરાવે તેવી માંગ આ આવેદન પત્રમાં કરવામાં આવ્યું છે.

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત રાષ્ટ્રવ્યાપી જાહેર બાબતોમાં લોકોનું શોષણ થતું અટકે તેવા વિષયે કેન્દ્ર સરકારને યોગ્ય રજૂઆતો કરતું રહેછે. ચીજ વસ્તુ ઉપર એફએસપી છાપવાથી ગ્રાહકોની પસંદગીના અધિકારનું સમર્થન થશે અનેસરકારી રેવન્યું આવક ઉપર કોઈ અસર નહીં પડે આથી અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે માંગણી કરી છે કે જ્યાં સુધી એમ.આર.પી. અંગે કોઈ કાનુની સુધારો સરકાર ન લાવે ત્યાં સુધી એફએસપી નિર્ધરણનું પ્રધાન કરે જેથી ગ્રાહકોનું ચીજ વસ્તુની ખરીદીમાં આર્થિક સોશણ અટકી શકે.














































































