છેલ્લા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસર વધી રહી છે ત્યારે જુદીજુદી સંસ્થાઓ દ્વારા વૃક્ષા રોપણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના ડીડીઓ દ્વારા જિલ્લાના દરેક ગામ 1000 વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે અને તેના માટેની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી છે.
ગ્લોબલ વોર્મિંગની અસરના લીધે ગરમી સતત વધી રહી છે ત્યારે પર્યાવરણના જતન માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તે અનિવાર્ય છે ત્યારે મોરબી જિલ્લામાં વધુમા વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તેના માટેનું આયોજન મોરબીના ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું છે અને આગામી ચોમાસુ સક્રિય થાય તે પહેલા જિલ્લાના દરેક ગામમાં એક હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તેવું આયોજન હાલમાં કરવામાં આવ્યું છે અને આમ કરવાથી મોરબી જીલ્લામાં 3.50 લાખ વૃક્ષોનું વાવેતર થઈ જશે અને તેના માટેની જવાબદારી પણ અધિકારીઓને સોંપવામાં આવી છે તેમજ મોરબી જિલ્લામા વૃક્ષનું વાવેતર કરતી સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી લોકોને પણ તેમાં જોડવામાં આવશે અને આ અભિયાનના ભાગ રૂપે મોરબી જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં ડીડીઓ જે.એસ.પ્રજાપતિ સહિતના સ્ટાફે વૃક્ષોનું વાવેતર કર્યું હતું.