Sunday, July 14, 2024
HomeFeatureસૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ સાથે અડિખમ : તમામ આઠ બેઠક પર ફરી ભગવો લહેરાયો

સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ સાથે અડિખમ : તમામ આઠ બેઠક પર ફરી ભગવો લહેરાયો

રાજકોટમાં રૂપાલાની વિક્રમી જીત : જામનગરમાં પુનમબેન અને જુનાગઢમાં રાજેશભાઇ ચુડાસમા પ્રારંભે પાછળ રહ્યા બાદ સડસડાટ નીકળી ગયા : પોરબંદરમાં માંડવીયાનો વજનદાર વિજય : સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલીમાં કમળ-કમળ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની મત ગણતરી દરમ્યાન આજે સવારે ઉથલપાથલ વચ્ચે ફરી તમામ આઠ બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. સવારે જુનાગઢ, જામનગર જેવી બેઠક પર પ્રારંભે કોંગ્રેસને સામાન્ય લીડ બાદ આ બેઠક પણ ભાજપે અંકે કરી લીધી છે. આ સાથે તમામ બેઠક પર ભાજપનો કબ્જો યથાવત છે.

રાજકોટ લોકસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા કોંગ્રેસના પરેશ ધાનાણી કરતા સાડા ચાર લાખ મતની લીડથી વિજેતા બની ગયા છે. આજે સવારે સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને જામનગરમાં કોંગ્રેસના ઉમેદવારો થોડા આગળ હતા પરંતુ બાદમાં  આ બંને સહિત તમામ આઠ બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ નીકળતા સૌરાષ્ટ્રમાં ભાજપનો ગઢ અકબંધ રહ્યો છે.

રાજકોટ લોકસભાની બેઠક પર સવારથી પરસોતમભાઇ રૂપાલા આગળ રહ્યા હતા.પોરબંદર લોકસભાની બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા પણ મોટી લીડ સાથે તમામ રાઉન્ડમાં આગળ રહ્યા હતા.

જામનગરમાં પ્રારંભે થોડા પાછળ રહ્યા બાદ ભાજપના પુનમબેન માડમને બપોરે જ 1.44 લાખ અને કોંગ્રેસના જે.પી.મારવીયાને 1.04 લાખ મત મળતા 40,18પની લીડ સવારે હતી. જે બાદમાં તોતીંગ બની હતી. ભાવનગરમાં ભાજપના નીમુબેન બાંભણીયાને સવારે 944ર4 મતની લીડ મળી ગઇ હતી. નીમુબેનને 14ર761 અને આપના ઉમેશ મકવાણાને 48337 મત મળ્યા હતા. કચ્છમાં પણ ભાજપના વિનોદભાઇ ચાવડાએ પણ મોટી જીત મેળવી લીધી છે.

તેમણે કોંગ્રેસના  નીતેશ લાલણને હરાવ્યા છે.  જુનાગઢમાં ભાજપ માટે સવારે ચિંતા ઉભી થયા બાદ પક્ષના ઉમેદવાર રાજેશ ચુડાસમા ર0,000થી વધુ લીડે આગળ નીકળી ગયા હતા. આ બાદ જુનાગઢ બેઠક પણ ભાજપે કબ્જે કરી લીધી છે.

અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતભાઇ સુતરીયા, કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર કરતા 80000 મતે આગળ નીકળી ગયા બાદ અમરેલીમાં પણ ફરી કમળ ખીલી ઉઠયું છે.

સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઇ સિહોરાને સવારે 63326 અને કોંગ્રેસના ઋત્વિક મકવાણાને 36366 મત મળતા ભાજપ ર7000 મતે આગળ નીકળી ગયો હતો અને ગણતરીના અંતે મોટી લીડ મેળવી હતી. 

વિધાનસભા

પોરબંદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના અર્જુનભાઇ મોઢવાડીયાને  સવારે નોંધપાત્ર લીડ બાદ તેમનો ભવ્ય વિજય થયો છે. માણાવદરમાં પણ ભાજપ પેટા ચૂંટણી જીતી ગયો છે.

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું ત્યારે દેશના ભાજપના રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં આ વખતે ઘણી ઊથલપાથલ જોવા મળી હતી. લોકસભાની 2024ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠક પર સરેરાશ 55.44 મતદાન થયું હતું. આટલું ઓછું મતદાન થવા પાછળ અસહ્ય ગરમીએ પણ ભાગ ભજવ્યો હતો.

આજે મત ગણતરી બાદ ભાજપ હેટ્રીકમાંથી એક બેઠક સાથે ચૂકી ગયું છે. લોકસભાની 2014 અને 2019ની ચૂંટણીમાં સતત સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય બેઠક પર ભગવો લહેરાયો હતો. આ વખતે ક્યાંકને ક્યાંક રાજકીય ઉથલપાથલો ભાજપને કેટલી અસર કરશે તેની ચર્ચા બપોર સુધી હતી પરંતુ અંતે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપના ગઢ ટકી ગયા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!