એક દી’માં 10 કરોડની કમાણી: મીડીયમ બજેટની ફિલ્મોની ટિકીટ સસ્તી હોવી જોઈએ: નિષ્ણાંતો
છેલ્લા બે મહિનાથી ઠંડી પડેલી બોકસ ઓફિસ પર શુક્રવારે લાંબા સમય બાદ રોનક પાછી ફરી હતી. ગત શુક્રવારે દેશભરના 4000થી વધુ મલ્ટીપ્લેકસ પર સિનેમા લવર્સ ડેને લઈને ટિકીટની કિંમત 99 રૂપિયા રાખતા મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા પહોંચ્યા હતા.

સસ્તા દામોમાં ટિકીટ વેચવાનો જાદુ એવો તો ચાલ્યો કે રાજકુમાર રાવ અને જાહનવીકપુર સ્ટારર ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસીસ માહી’ એ એડવાન્સ બુકીંગમાં આ વર્ષની સૌથી વધુ કમાણી કરી છે. આ મામલે તેણે આ વર્ષમાં એડવાન્સ બુકીંગમાં સૌથી વધુ કમાણી કરનાર ઋત્વિક રોશનની ફિલ્મ ‘ફાઈટર’ને પણ પછાડી દીધી છે. આ ફિલ્મની મલ્ટીપ્લેકસ ચેન પર 2.15 લાખ ટિકીટ એડવાન્સમાં વેચાઈ હતી, જયારે ‘ફાઈટર્સ’ની એડવાન્સ બુકીંગમાં 1.45 લાખ ટિકીટ વેચાઈ હતી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે સિનેમાહોલમાં ટિકીટના ભાવ સસ્તા હોવાની સાથે સાથે ફિલ્મનું કન્ટેન્ટ પણ સારુ હોવું જોઈએ. દા.ત. આ હપ્તે રજુ થયેલી ત્રણેય ફિલ્મો ‘મિસ્ટર એન્ડ મિસીસ માહી’ ‘સાવી’, ‘છોટા ભીમ’ને ઠીક ઠીક રિવ્યુ મળ્યા છે.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનું માનવું છે કે ભારત જેવા દેશમાં લોકો ઘણું સમજી વિચારીને પૈસા ખર્ચે છે એટલે સિનેમાવાળાઓએ ટિકીટની સાથે સાથે ત્યાં ખાવા-પીવાની વસ્તુઓના ભાવ પણ ઓછા જ રાખવા જોઈએ.

લાંબા સમય બાદ સિનેમાઘરોમાં આવેલી રોનકના બારામાં પ્રોડયુસર અને ફિલ્મ બિઝનેસ એનાલિસ્ટ ગિરીશ જોહર કહે છે- ઘણા સમયે સિનેમા હોલમાં રોનક આવી તેનું એક કારણ છે. ટિકીટોના ઓછા દામ અને ચૂંટણી અને આઈપીએલ પુરા થવા. ત્રીજું કારણ ફિલ્મના કન્ટેન્ટ પણ છે.

ગિરીશ કહે છે- સિનેમાવાળાઓએ આગળ પણ ટિકીટના ભાવ સસ્તા રાખવા પડશે. ખાસ કરીને મીડિયમ બજેટની સારા કન્ટેન્ટવાળી ફિલ્મોની દામ વધુ ન રાખવા જોઈએ નહીં, તો દર્શક ફિલ્મ સિનેમા હોલમાં જોવાને બદલે ઓટીટી પર તેની રાહ જોશે.












































































