Sunday, March 23, 2025
HomeFeatureમોરબીમાં ઇન્ડિયન લિયો કલબ રિવાઇલની શરૂઆત: પ્રમુખ એંજલબા ઝાલા અને તેની ટીમે...

મોરબીમાં ઇન્ડિયન લિયો કલબ રિવાઇલની શરૂઆત: પ્રમુખ એંજલબા ઝાલા અને તેની ટીમે શપથ લીધા

તાજેતરમાં ઇડન હિલ બેન્કવેટ હોલ ખાતે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા બાળકો દ્વારા સંચાલિત ઇન્ડિયન લિયો ક્લબ મોરબી રિવાઇવ કરવામાં આવી હતી. આ શપથ ગ્રહણ સમારોહમાં ક્લબના નવા પ્રમુખ તરીકે ઇન્ડિયન લિયો એંજલબા સહદેવસિંહ ઝાલા તથા તેમની ટીમે શપથ લીધા હતા. અને ક્લબમાં ઉપપ્રમુખ તરીકે દેવાંગ છગ, શ્રેયા પંડ્યા, સેક્રેટરી તરીકે શ્રેયા ઘોડાસરા, જોઇન્ટ સેક્રેટરી તરીકે ભૂમિ તુલસીયાણી, ટ્રેઝરર તરીકે પાર્શ્ર્વ દેસાઈ તેમજ જોઈન્ટ ટ્રેઝરર તરીકે સૌમ્ય લીખીયા તેમજ ટીમે શપથ લીધા હતા.

આ તકે શપથવિધિ પુરોહિત તરીકે ઇન્ડિયન લાયન્સ વાઇબ્રન્ટ ક્લબ રાજકોટથી વેસ્ટ સેક્ટર કોર્ડીનેટર ઈલા મયુરભાઈ સોની, મુખ્ય અતિથિ તરીકે નેશનલ કો-ચેરમેન રેખાબેન ચેટરજી, દર્શનાબેન ભટ્ટ તેમજ શોભનાબા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આશીર્વચન આપવા માટે અમદાવાદ કર્ણાવતી ક્લબમાંથી નેશનલ કોચેરમેન ધીમંતભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા આ તકે ઇન્ડિયન લિયો ક્લબ રિવાઇવ કરવા માટે પાસ્ટ પ્રેસિડેન્ટ ઈલા પ્રીતિબેન દેસાઈ તથા હાલના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા તેમજ સમગ્ર ટીમનો નેશનલ વતી આભાર માન્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!