મોરબી જિલ્લાની ચાર બેઠકો પરનું બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે
લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે જેથી કરીને અલગ-અલગ ચેનલો અને એજન્સીઓએ તેના ઍક્ઝિટ પોલ જાહેર કરી દીધેલ છે જો કે, હવે આવતી કાલે લોકસભાની ચૂંટણીની મત ગણતરી થવાની છે ત્યારે કાલે બપોરના બાર વાગ્યા સુધીમાં મોટાભાગનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે ત્યારે મોરબી જિલ્લાને સીધી રીતે લાગુ પડતું રાજકોટ અને કચ્છ બેઠકના મતોની ગણતરી કેવી રીતે કરવામાં આવશે અને કેટલા ટેબલ ઉપર કેટલા રાઉન્ડના અંતે પરિણામ જાહેર કરવામાં આવશે.
જો કે, મોરબી જિલ્લાને સીધી રીતે રાજકોટ અને કચ્છ બેઠક સાથે જોડાયેલ છે જેથી કરીને આ બંને બેઠકના પરિણામ ઉપર સહુ કોઇની નજર છે ત્યારે રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કેન્દ્રિય મંત્રી પરસોતમભાઈ રૂપાલાની સામે કોંગ્રેસનાં ઉમેદવાર પરેશભાઈ ધાનાણી ચૂંટણીનાં જંગમાં હતા આવી જ રીતે કચ્છમાં ભાજપના ઉમેદવાર ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને સાંસદ વિનોદભાઇ ચાવડાની સામે નિતેશ લાલન ચૂંટણીનાં જંગમાં છે અને કાલે સવારે આઠ વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવશે .
ત્યારે પોસ્ટ બેલેટ અને એક પછી એક ઇવીએમ મશીનને ટેબલ ઉપર લઈ આવીને તેમાં પડેલા મતોની ગણતરી કરવામાં આવશે વધુમાં અધિકારી સૂત્રો પાસેથી મળે માહિતી મુજબ દરેક લોકસભા બેઠકમાં સાત વિધાનસભાનો બેઠકનો સમાવેશ થાય છે અને કે વિધાનસભા દીઠ મત ગણતરી માટે 14 ટેબલ રાખવામા આવેલ છે અને સરેરાશ 22 રાઉન્ડના અંતે આ બંને બેઠક ઉપર વિજેતા ઉમેદવારોના નામ નિશ્ચિત થઈ જશે અને લગભગ બપોરના બારેક વાગ્યા સુધીમાં ચૂંટણીનું મોટાભાગનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.