Sunday, July 14, 2024
HomeFeatureરાજકોટ ઉપર દેશની નજર; રૂપાલા જીતે તો એકલવીર, ધાનાણી ચૂંટાય તો ક્ષત્રિય...

રાજકોટ ઉપર દેશની નજર; રૂપાલા જીતે તો એકલવીર, ધાનાણી ચૂંટાય તો ક્ષત્રિય આંદોલનની જય હો

લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મે ના રોજ મતદાન થયું હતું. હવે 4 જૂને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ગુજરાતની રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના પરષોત્તમ રૂૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે જંગ જામ્યો હતો.

રાજકોટમાં ભાજપના પરષોત્તમ રૂૂપાલા વિવાદ વચ્ચે જીત મેળવવા સફળ રહે છે કે પછી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિવાદનો લાભ લઇ બાજી મારશે તે હવે 4 જૂને જ ખબર પડશે. રાજકોટના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા સામે છેડેલા ક્ષત્રિય આંદોલનની દેશભરમાં અસર જોવા મળી હતી ત્યારે સમગ્ર દેશની નજર રાજકોટ બેઠકનાં પરિણામ ઉપર મંડાયેલ છે.

રાજકોટ લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. રાજકોટમાં કુલ 59.69 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો જસદણમાં 55.68 ટકા, રાજકોટ ઈસ્ટમાં 57.88 ટકા, રાજકોટ રુરલમાં 58.58 ટકા, રાજકોટ દક્ષિણમાં 57.80 ટકા, રાજકોટ વેસ્ટમાં 58.27 ટકા, ટંકારામાં 66.84 ટકા અને વાંકાનેરમાં 64.83 ટકા મતદાન નોંધાયું હતું.

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો કોંગ્રેસના લલિત કગથરા સામે 3,68,407 મતોથી વિજય થયો હતો. મોહન કુંડારિયાને 63.47 ટકા અને લલિત કગથરાને 32.65 ટકા વોટ મળ્યા હતા. જ્યારે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બદલાયા છે અને રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન તેમજ ભાજપના આંતરિક જુથવાદનો પડકાર પણ હોવાથી પરિણામો શું આવશે તે અંગે મોઢા એટલા ગણિત માંડવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં રૂપાલા જીતે તો એકલવીરની જીત ગણાશે જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણી જીતે તો તે ફરી એક વખત જાયન્ટ ક્લિર સાબિત થશે અને ક્ષત્રિય આંદોલનનો વટ પડી જશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!