મોદીની તાકાત તેનો હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડા, જેમાં દેશના લઘુમતીઓ હાંસિયામાં ધકેલાયા: અલજજીરા
લોકસભા 2024ની ચૂંટણીના અંતિમ ચરણનું મતદાન હાલ ચાલી રહ્યું છે. આજે સાંજે જ એકઝીટ પોલ આવવા શરૂ થઈ જશે ત્યારે ભારતની ચૂંટણી પર વિદેશી મીડીયાની પણ નજર છે.

વિદેશી મીડીયાએ પોતાના રિપોર્ટમાં પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી છે તો કોઈએ ટિકા, અમેરિકાના મુખ્ય અખબાર ‘ન્યુયોર્ક ટાઈમ્સ’નો ચોંકાવનારો રિપોર્ટ પ્રગટ થયો છે. ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ લખ્યું છે કે મોદીની તાકાત વધતી રહી છે અને ભારતના લોકો તેમને (મોદી)ને મજબૂત બનાવતા દેખાઈ રહ્યા છે.

મતલબ ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ એ મોદી મોટી બહુમતીથી પોતાની સરકાર બનાવે તેવી આગાહી કરી દીધી છે. ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ એ ભાજપના આ ચૂંટણીમાં પોતાના હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાની સાથે ઉતરવાની અને પોતાની કલ્યાણકારી યોજનાઓના જોરશોરથી પ્રચાર કરવાની વાત લખી છે.

ઈંગ્લેન્ડના અખબાર ‘ડેઈલી એકસપ્રેસ’ લખ્યું છે આપણે નવા ભારતની સાચી, સકારાત્મક ચીજોને સાંભળવી જોઈએ. અમે બુરખો પહેરેલી મહિલાઓને મોદીની રેલીમાં જતા જોઈ છે.

જાણીતા અમેરિકી એકઝીકયુટીવ રાત સોમર્સે કહ્યું છે- 2024માં સામાન્ય ચુંટણીમાં વડાપ્રધાન મોદી ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બહુમતીથી જીત મેળવશે ‘ગાર્જીયન’ અખબારે લખ્યું છે.

મોદીની તાકાત તેનો હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડા છે, જે દેશના લઘુમતીઓને હાંસિયામાં નાખે છે. અલજજીરાએ રામમંદિરને કેન્દ્રીય મુદો બતાવી લખ્યું છે- આ ભાજપના હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાનો મુખ્ય આધાર છે.













































































