મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી રવિવારે આ સમૂહલગ્ન યોજવાના છે જેમાં 14 યુગલો વડીલો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડશે.
મોરબીમાં પંચાસર રોડ અને વાવડીરોડ વચ્ચે આવેલ શક્તિધામ મંદિર માધાપર ઓજી રોડ ખાતે નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં આગામી તા 2/6 ને રવિવારે સતવારા સહકાર મંડળ દ્વારા નવમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમૂહલગ્નમાં 14 યુગલો વડીલો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં માંડશે. ત્યારે સવારે 9:00 કલાકે ગણેશ સ્થાપન અને મંડપ મુહૂર્ત કરશે અને સાંજે 6:00 કલાકે ભોજન તેમજ રાત્રે 9:30 કલાકે જાન આગમન અને ત્યાર બાદ લાગણી વિધિ સંપન્ન કરાશે તેવું આયોજકો જણાવ્યુ છે.