રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં નિર્દોષ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા જેથી હાલમાં ઠેરઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી શહેરમાં પાલિકાના ફાયર વિભાગે બુધવારે સાંજથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને દરમાયા એક હોસ્પિટલ અને એક લેબોરેટરીને ફાયરની ટીમને સીલ કરવામાં આવેલ છે અને ત્યાર બાદ શુક્રવારે પણ ચેકિંગ ચાલુ હતું.

ત્યારે સનાળા રોડે આવેલ સ્ટેવેલ જિમને ચેક કર્યું હતુ અને તે જીમમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા જે જિમને સીલ કરવામાં આવેલ છે તેવી માહિતી મોરબી સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ આપેલ છે.

















































































