રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ સરકાર એકશનમાં આવી છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારી જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું હતું. જેના બાદ પોલીસે ગઈ કાલે (30મી મે) ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી, જેમાં ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોશી, એટીપીઓ મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓને આજે (31મી મે) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા, ગૌતમ જોશી, મુકેશ મકવાણા અને રોહિત વિગોરા આજે કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમના 12મી જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજકોટ બાર એસોસિએશનના ઉપ પ્રમુખ સુરેશ ફળદુએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે,’આ લોકો પાસેથી સાચો જવાબ કઢાવવો મુશ્કેલ બની શકે છે. તેથી 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવા મારી વિનંતી છે.’રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 27ના મૃતદેહના DNA મેચ થતા, તે તમામ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતાં
















































































