Googleની ધણી સેવાઓ વૈશ્વિક સ્તરે ઠપ્પ થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જેમાં યૂઝર્સ સર્ચ, મેપ્સ, YouTube, સમાચાર અને Gmail માં પડી રહેલી મુસ્કેલીનો રિપોર્ટ કરી રહ્યા છે. DownDetector ને સાંજે 6:00 વાગ્યાથી ઘણા અહેવાલો મળ્યા છે. જેમાં મોટાભાગની ફરિયાદો News એપ વિશે છે. X વપરાશકર્તાઓને પણ Google સેવાઓ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. Google ની સત્તાવાર સ્ટેટ્સ વેબસાઇટ ચાલુ આઉટેજને સ્વીકારતી નથી. ચોક્કસ કારણ હજું સામે આવ્યું નથી.

વિશ્વભરમાં ઘણી જગ્યાએ ગૂગલની સેવાઓ ખોરવાઈ ગઈ છે. યુઝર્સે ગુગલ સર્ચ, ગૂગલ મેપ્સ, યુટ્યુબ, ગૂગલ ન્યૂઝ, જીમેલ અને અન્ય સહિતની ગૂગલ સેવાઓને એક્સેસ કરવામાં સમસ્યાઓનો સામનો કરવાની જાણ કરી છે.

વૈશ્વિક સ્તર પર ઠપ્પ થઈ શકે છે Google સેવાઓ
DownDetector, ક્રાઉડ-સોર્સ્ડ આઉટેજ ડિટેક્શન પ્લેટફોર્મ અનુસાર, યૂઝર્સને સાંજે 6:00 વાગ્યાથી Gmail, શોધ, મેપ્સ અને અન્ય સહિતની Google સેવાઓમાં સમસ્યાઓ અનુભવી રહ્યા છે. વેબસાઈટને વપરાશકર્તાઓ તરફથી એક હજારથી વધુ અહેવાલો પ્રાપ્ત થયા છે.

લગભગ 66% લોકોએ Google વેબસાઈટ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, 21% લોકોએ સર્ચ સાથે સમસ્યાઓની જાણ કરી અને બાકીના 3% લોકોએ અહેવાલ આપ્યો કે તેઓ ડાઉનડિટેક્ટર વેબસાઈટ પર મેપ્સને ઍક્સેસ કરવામાં અસમર્થ છે. Google સર્ચ, મેપ્સ, સમાચાર અને અન્યને ઍક્સેસ કરવાનો પ્રયાસ કર્યો અને તેમાં પણ સમસ્યાઓનો સામનો નજરે પડી રહ્યો છે

Google સેવાઓના આઉટેડનું કારણ શું હતું?
Google હજુ સુધી ચાલુ આઉટેજને સ્વીકાર્યું નથી. Google ના સત્તાવાર સેવા સ્થિતિ ડેશબોર્ડ પર કોઈ અપડેટ નથી. સેવાઓ ડેશબોર્ડ બતાવે છે કે બધી Google સેવાઓ બરાબર ચાલી રહી છે.













































































