Sunday, March 23, 2025
HomeFeatureકેરળમાં બે દિવસ વહેલું ચોમાસુ બેસી ગયું, ગુજરાતને ક્યારે તરબોળ કરશે?

કેરળમાં બે દિવસ વહેલું ચોમાસુ બેસી ગયું, ગુજરાતને ક્યારે તરબોળ કરશે?

કેરળમાં ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે અને આ વખતે ચોમાસાએ બે દિવસ વહેલી પધરામણી કરી છે. હવે થોડા જ દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની સિઝન આવશે અને તેની સાથે લોકોને ગરમીમાંથી રાહત મળશે. આ દરમિયાન કેટલાક દિવસો સુધી ગુજરાતના અમુક જિલ્લામાં વેગીલો પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે.

આખો દેશ ભઠ્ઠીની જેમ તપી રહ્યો છે ત્યારે ચોમાસાની રાહ જોવાઈ રહી હતી અને કેરળના દરવાજે ચોમાસુ આવી પહોંચ્યું છે. સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થાય છે પરંતુ આ વખતે બે દિવસ વહેલું ચોમાસુ આવી પહોંચ્યું છે. ગુજરાતમાં બે-ત્રણ દિવસથી પવન ફૂંકાઈ રહ્યો હોવાથી તાપમાનમાં થોડી રાહત મળી છે, પરંતુ ચોમાસાના આગમનમાં હજુ એક મહિના જેટલો સમય લાગી જશે.

ગુજરાતમાં અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં તાપમાન 46 ડિગ્રીને પાર કરી ગયા પછી હવે 44થી 45 ડિગ્રીની આસપાસ ચાલે છે. નવા અહેવાલ પ્રમાણે ગુજરાતમાં પણ કેરળની ઈફેક્ટના કારણે ચોમાસુ થોડું વહેલું આવી શકે છે. ચોમાસા અગાઉ પણ રાજ્યના કેટલાક શહેરોમાં ભારે વેગ સાથે પવન ફૂંકાઈ શકે અને વાવાઝોડું આવવાની શક્યતા છે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે કચ્છથી લઈને બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને પાટણમાં પણ વંટોળની સ્થિતિ રહેશે. આ જિલ્લાઓમાં મહત્તમ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

આ વખતે ભારતમાં ચોમાસુ સામાન્ય કરતા વધુ ચાલે તેવી આગાહી પણ કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે જણાવ્યું હતું કે ચોમાસુ નક્કી કરતાં સમય કરતાં પહેલાં આવી શકે છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું આગાહી કરતા એક દિવસ વહેલું ગુરુવારે (30 એપ્રિલ, 2024) કેરળના દરિયાકાંઠે અને ઉત્તરપૂર્વના ભાગોમાં એન્ટ્રી કરશે. અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 5 જૂન હોય છે.

તાજેતરમાં ભારતે વાવાઝોડું રેમલ જોયું છે જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયું હતું, આ વાવાઝોડાએ ચોમાસાનો પ્રવાહ બંગાળની ખાડી તરફ ખેંચ્યો હતો. ઉત્તરપૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું આ એક કારણ માનવામાં આવે છે. રેમલની અસર પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં સૌથી વધુ જોવા મળી છે.

ભારત માટે ચોમાસુ ખાસ મહત્ત્વ એટલા માટે ધરાવે છે કારણ કે ભારતમાં ખેતી હેઠળનો 52 ટકા વિસ્તાર ચોમાસા પર આધારિત છે. આ ઉપરાંત તેનાથી જળાશયો ભરાય છે અને સિંચાઈ માટે અને પાવર ઉત્પાદન માટે પણ ચોમાસુ આવશ્યક છે. જૂન અને જુલાઈ મહિનો ભારતમાં ખેતી માટે અને વરસાદ માટે સૌથી મહત્ત્વના ગણવામાં આવે છે. કારણ કે આ બે મહિનામાં જ સૌથી વધારે ખરીફ પાક વાવવામાં આવે છે.

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે સાઉથ અરેબિયન સમુદ્ર, માલદિવ્સ, લક્ષદ્વિપ, મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર પૂર્વ રાજ્યોના કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!