મોરબીના રવાપર રોડ ઉપર વ્રજ વાટીકા સોસાયટી આવેલ છે તેના રહેણાકના પ્લોટ ઉપર કોમર્શિયલ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો જેથી કામને તો ઘણા સમય પહેલા બંધ કરાવવામાં આવ્યું છે જો કે, આજની તારીખે પણ બિલ્ડરો દ્વારા ખોદવામાં આવેલ ખાડો બુરવામાં આવેલ નથી જેથી કરીને ચોમાસામાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્થાનિક લોકોએ હાલમાં બાંધકામ માટે ખોદવામાં આવેલા ખાડાનું બુરાણ કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે.
મોરબીના રવાપર રોડે આવેલ વ્રજ વાટીકા સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ દાવાના નામથી મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, જ વાટીકા સોસાયટીમાં નકશામાં ચેડાં કરીને ગેરકાયદે રીતે કોમર્શિયલ બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો.
જેથી કરીને ગત તા 7 ડિસેમ્બર ના રોજ પાલિકા દ્વારા આ બાંધકામની પરવાનગી રદ કરવામાં આવેલ છે જો કે, બિલ્ડરો દ્વારા જે ખાડો બાંધકામ માટે ખોદવામાં આવ્યો હતો તેને હજુ સુધી બુરવામાં આવેલ નથી જેથી કરીને હાલમાં આ મુદાને લઈને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
અગાઉ મોરબીમાં તેમજ તાજેતરમાં રાજકોટમાં બનેલ દુર્ઘટના જેવી કોઈ દુર્ઘટના આ ખાડાના લીધે સર્જાય તેની તંત્ર રાહ જોવે છે કે શું તેવો સવાલ પણ કરેલ છે અને ચોમાસામાં કોઈ પણ દુર્ઘટના આ ખાડાના લીધે થશે તો તેની જવાબદારી તંત્ર વાહકોની રહેશે તેવું પણ સ્થાનિક લોકોએ કહ્યું છે.