Sunday, July 21, 2024
HomeFeatureગેમ ઝોન દુર્ઘટના: 2021થી અત્યાર સુધીના અધિકારીઓને ‘સીટ’નાં સમન્સ

ગેમ ઝોન દુર્ઘટના: 2021થી અત્યાર સુધીના અધિકારીઓને ‘સીટ’નાં સમન્સ

તત્કાલીન કલેક્ટર, પો. કમિશનર, મ્યુનિ. કમિશનર સહિતના કલાસ-1 અધિકારીઓની પૂછપરછ કરાશે

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં તપાસ માટે બનાવેલી સ્પેશિયલ ઇન્વસ્ટીગેશન ટીમના વડાએ આજે સવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મધ્યસ્થ રિપોર્ટ રજૂ કરતા જ ગૃહ મંત્રી દ્વારા તાબડતોડ કડક કાર્યવાહી અને બાકીની તપાસ પણ ઝડપથી પૂરી કરવાના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. રાજકોટમાં કોર્પોરેશન, પીજીવીસીએલ, આરએન્ડબી સહિતના વિભાગોના અધિકારીઓની પૂછપરછ પણ ચાલુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 2021ના જૂન મહિનાથી ચાલુ થયેલ ટીઆરપી ગેમઝોનની મંજૂરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને પણ પૂછપરછ માટે સમન્સ કાઢી નાખવામાં આવ્યા છે. તાત્કાલીન કલેક્ટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના આઇએએસ, આઇપીએસ અધિકારીઓ તેમજ ક્લાસ વન અધિકારીઓને પણ પૂછપરછ માટે હાજર રહેવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે.

બીજી તરફ આ ગેરકાયદેસ ગેમઝોનને મંજુરી આપવામાં મોટુ ભ્રષ્ટાચાર આચરાયું હોવાનું બહાર આવતા એન્ટીકરબ્શન બ્યુરો અને સીઆઈડી ક્રાઈમ પણ તપાસમાં સક્રિય થયેલ છે. સમગ્ર પ્રકરણમાં પોલીસ ઉપરાંત એન્ટિકરબ્શન બ્યુરો અને સીઆઈડીની ત્રિસ્તરીય તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત મોટી રકમનો ભ્રષ્ટાચાર કરી આ ગેમઝોનને ગેરકાયદે ચાલવા દેવામાં આવ્યો હોવાથી એન્ટિકરબ્શન બ્યુરોની પાંચ જેટલી ટુકડીઓએ રાજકોટમાં ધામા નાખી ગેમઝોનને મંજુરી સબંધી જે-જે સરકારી વિભાગો અને તેના અધિકારીઓ જવાબદાર છે તેની તપાસ શરૂ કરી હોવાનું બહાર આવતા ટુંક સમયમાં એસીબી પણ ગુનાદાખલ કરી ધડાકા કરે તેવી શક્યતા દર્શાવવામાં આવેલી છે.

તાજેતરની માહિતી અનુસાર એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ નવું ફરમાન જાહેર કરતાં 2021થી અત્યાર સુધીના તમામ ક્લાસ 1 ઓફિસર્સને એસઆઈટી સમક્ષ હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમના વડા સુભાષ ત્રિવેદી સમક્ષ પૂછપરછ હેતુસર કલેક્ટર, પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ક્લાસ 1 અધિકારીઓએ પૂછપરછ માટે હાજર રહેવું પડશે. તેમાં 2021થી અત્યાર સુધી ફરજ પર તહેનાત અધિકારીઓને પૂછપરછ માટે હાજર થવાનું ફરમાન જાહેર કરાયું છે. બધાને સમન્સ મોકલી દેવામાં આવ્યા છે.

ડીએનએ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ અત્યાર સુધી 25 જેટલાં પીડિતોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. ડીએનએ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

સાત સસ્પેન્ડેડ ઓફિસરોને ડીજી ઓફિસનું તેડું: અનેક રાજ ખૂલશે

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સાત અલગ અલગ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા બાદ સ્પેશિયલ ઈન્વેટીગેશન ટીમ દ્વારા ત્રણ દિવસ સુધી પુછપરછ કરાયા બાદ એસઆઈટીની ટીમ કોઈ નિષ્કર્ષ પર આવી શકી ન હતી. હવે આર એન્ડ બીના ઈજનેર પારસ કોઠિયા, ના.કા.ઈજનેર એમ.આર. સુમા, તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઈન્સ્પેકટર વી.આર. પટેલ, ગાંધીગ્રામના તત્કાલીન પીઆઈ એન.આઈ. રાઠોડ, આર.એમ.સી.ના એટીપી ગૌતમ જોશી, આ.ઈજનેર જયદીપ ચૌધરી અને ફાયર ઓફિસર રોહિત હિગોરાને ડીજી ઓફિસ ખાતે વધુ પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પુછપરછ બાદ અનેક નવા ખુલાસા થવાની શકયતા સેવાઈ રહી છે.

IAS-IPS અધિકારીઓની પણ પૂછપરછ કરશે ‘સીટ’ , સાત સસ્પેન્ડેડ અધિકારીઓને ડીજી ઓફિસનું તેડું

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગાંધીનગરમાં સીટના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક મળી હતી.ગૃહ રાજ્યમંત્રીએ આ દરમિયાન સખ્તાઇથી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સીટના વડા સુભાષ ત્રિવેદીએ ફરી આવી ઘટના ના બને તેવી કાર્યવાહી કરવાની વાત કરી હતી. સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, અમારી અંદર પણ આક્રોશ અને વેદના છે. બીજી બાજુ સાત સસ્પેન્ડેડ અધિકારીઓને ડીજી ઓફિસનું તેડું મોકલ્યું છે. ત્યાં તેમની ભૂમિકા વિશે પુછપરછ હાથ ધરવામાં આવશે.

રાજકોટ અગ્નિકાંડ મામલે સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગેમિંગ ઝોનમાં તત્કાલીન IAS-IPS અધિકારીઓની તસવીરો પણ વાયરલ થઇ હતી. આ મામલે સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, બધા જ IAS-IPSઅધિકારીઓને બોલાવીને પૂછપરછ કરવા માટે ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી છે. એક-બે દિવસમાં તમામ અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે.

ગેમિંગ ઝોનમાં વેલ્ડિંગ કામ દરમિયાન તણખો ઉડતા પેટ્રોલ-ડીઝલના જથ્થાને કારણે આગે વિકરાળ રૂૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે સીટના વડાએ ક્યું કે, પેટ્રોલ-ડીઝલનો જથ્થો હતો તો પેટ્રોલિયમ એક્ટ હેઠળ મંજૂરી લીધી ના હોય અને 30 લીટરથી વધુનો જથ્થો હોય તો મંજૂરી લેવાની હોય છે. ઋજક દ્વારા રિપોર્ટ તૈયાર કરાઇ રહ્યો છે અને તે પુરવાર થયા બાદ પેટ્રોલિયમ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!