રાજકોટ આંગકાંડમાં ગેમઝોનના ભાગીદાર પ્રકાશ કનૈયાલાલ હીરાણીનું પણ મોત થયાની ખબર સામે આવી રહી છે. જે મૃતદેહ મળ્યા હતા તેની તપાસ દરમિયાન આ મહત્વનો ખુલાસો થયો છે. આ ઘટનામાં કુલ 32 લોકોના મોત થાય છે અને તેમાં કેટલીક જરુરી મહત્વની તપાસ હાલ પોલીસ સહિત વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે.

રાજકોટના આગકાંડમાં મહત્વનો ખુલાસો થયો છે. DNAની તપાસ કરવામાં આવી રહી છે તેમાં આ મહત્વનો ખુલાસો થયો છે. માહિતી સામે આવી છે કે, ગેમઝોનના ભાગીદાર પ્રકાશ કનૈયાલાલ હીરણનું પણ આ આગકાંડમાં મોત થયું છે. નોંધનીય છે કે, શનિવારે રાજકોટના ગેમઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી તેમાં 32 લોકો હોમાયા હતા, હવે આ ઘટનામાં ગેમઝોનના ભાગીદારનું પણ મોત થયાની ખબર તેમના પરિવારને તથા લાગતા વળગતા લોકોને આચકો આપનારી સાબિત થઈ છે. જે મૃતદેહ મળ્યા હતા તેના DNAની તપાસ કરવામાં આવી હતી તેમાં આ મોટો ખુલાસો થયો છે.

ગેમઝોનમાં જે લોકોના મોત થયા હતા તેમને ઓળખવા પણ શક્ય નહોતા માટે તેમના પરિવારજનોના DNAના આધારે મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. પ્રકાશ હીરાણી કે જેઓ ગેમઝોનના ભાગીદાર છે અને તેમનું પણ મોત થયાનું DNA તપાસમાં ખુલ્યું છે. નોંધનીય છે કે મૃતકોના પરિવારજનોના DNA સાથે મૃતદેહોના DNA મળતા આવે છે કે કેમ તેની તપાસ ગાંધીનગર FSLમાં કરાઈ રહી છે.

DNA રિપોર્ટમાં સામે આવી માહિતીમાં જણાવવામાં આવી રહ્યું છે કે, પ્રકાશ કનૈયાલાલા હીરાણીના DNA તેમના માતા સાથે મેચ થયા છે. પ્રકાશ હીરાણી પણ આ આગકાંડ દરમિયાન ગુમ હતા જેથી તેમના માતા વિમળાબેન કનૈયાલાલ હીરાણીના DNA રિપોર્ટ્સ લેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, આગકાંડમાં 32 લોકો ગુમ થયાનું નોંધાયું છે તેમાંથી પ્રકાશ હીરાણી પહેલા કુલ 24 મૃતકોના DNA તેમના સગા સાથે મેચ થયા છે. આગની ઘટના એટલી ભયંકર હતી કે મૃતકોના મૃતદેહ ઓળખવા મુશ્કેલ હતા આવી જટીલ પરિસ્થિતિમાં ઓળખ કરવાની પ્રક્રિયા DNAના આધારે કરવામાં આવી રહી છે.

આ ઘટનામાં મોતને ભેટેલા પૈકીનાઓમાંથી DNA તપાસ બાદ 19 મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. આ મામલે SITની રચના કરવામાં આવી છે અને વિવિધ ટીમો દ્વારા આ મામલે ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.











































































