Tuesday, March 18, 2025
HomeFeatureએમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમ ઝોન માટે બે પ્રકારની સર્ટિ. ફરજિયાત

એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમ ઝોન માટે બે પ્રકારની સર્ટિ. ફરજિયાત

રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારે મંજૂરી માટે નવા નિયમો બનાવ્યા છે. એમ્યુઝમેન્ટ પાર્ક, ગેમઝોન, બોટિંગ તેમજ રોપ-વેની મંજૂરી માટે નવા નિયમો બનશે. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોન માટે 2 પ્રકારનાં સર્ટીફીકેટ જરૂૂર કરાશે. તેમજ તમામ એકમો માટે પ્રાથમિક અને કાયમી એમ 2 પ્રકારનાં સર્ટિફિકેટ લેવા ફરજિયાત છે. કાયમી અને હંગામી બાંધકામ માટે અલગ અલગ સર્ટિફિકેટ લેવા ફરજીયાત છે.

નવી વેબસાઈટનું ગૃહ, મહેસૂલ, ટાઉન સહિતનાં વિભાગોની વેબસાઈટ સાથે જોડાણ હશે. તમામ એકમોની ઓનલાઈન મંજૂરી, સ્થળ તપાસ અને સર્ટિફિકેટ વેબસાઈટ પર અધિકારીઓ જોઈ શકશે. તેમજ આગામી એક મહિનામાં નવા નિયમો અને સર્ટિફિકેટને લઈ વેબસાઈટની કામગીરી પૂર્ણ કરાશે.

રાજકોટના ટીઆરપી મોલમાં લાગેલી આગમાં બાળકો-મહિલાઓ સહીતના 27 લોકોના કમકમાટીપૂર્ણ મૃત્યુ થયા બાદથી સરકાર જાણે સફાળી જાગી છે. આગ લાગી તે દિવસથી જ રાજ્યના તમામ ગેમઝોનને બંધ કરી દેવાયા છે. તેમજ ફાયર બ્રિગેડની તેમજ પોલીસ સહીતના તંત્રની મંજૂરી છે કે કેમ તેની તપાસ ચાલુ થઈ ગઈ છે.

ગુજરાત હાઈકોર્ટે પણ સરકાર અને તંત્રને ફટકાર લગાવી છે. આ સ્થિતિમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સત્તાવાર નિવાસસ્થાને સોમવારે મહત્વની બેઠક મળી હતી.સીએમ બંગલે મળેલી બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, ડીજીપી સહીતના અનેક ટોચના અધિકારીઓ-મંત્રીઓ હાજર રહ્યા હતા. સમગ્ર દેશમાં આગકાંડે હાહાકાર મચાવ્યા બાદ તાત્કાલી રીતે કેટલાક અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા છે. હજુ આગામી દિવસોમાં વધુ કડક પગલા લેવાશેએ પણ નિશ્ચિત છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!