વોટ્સએપ, તેના યુઝર્સ માટે એક નવું વોઈસ નોટ ફીચર લાવી રહ્યું છે. જો કે આ જૂની સુવિધા છે, પરંતુ પહેલાના વોઈસ નોટ ફીચરમાં 30 સેકન્ડની સમય મર્યાદા હતી, જે વધારીને હવે 1 મિનિટ કરવામાં આવી છે. વોટ્સએપની આ નવી સુવિધા ભારતની સાથે સાથે અન્ય દેશોમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આ ઉપરાંત વોટ્સએપ સ્ટેટસ પણ લોકોનું ફેવરિટ ફીચર બની ગયું છે. વોટ્સએપ સ્ટેટસ ઉપર લોકો તેમના મનપસંદ ફોટો અને વીડિયો શેર કરે છે. જો કે હવે વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરવું પહેલા કરતા વધુ મજેદાર બની જશે. વાસ્તવમાં વોટ્સએપ દ્વારા વોઈસ નોટના ફિચરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મતલબ કે, જો તમે તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને બોલીને અમુક અપડેટ આપવા માંગતા હોવ તો હવે તેમાં એક લાંબી વૉઇસ નોટ ઉમેરી શકાય છે.

વોટ્સએપમાં શું નવુ આવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વોટ્સએપમાં યુઝર્સ માત્ર 30 સેકન્ડની વોઈસ નોટ બનાવી શકતા હતા. પરંતુ તેના કારણે ઘણી વખત મહત્વની વસ્તુઓ ચૂકી જવાતી હતી. આવી સ્થિતિમાં વોટ્સએપે 30 સેકન્ડની જગ્યાએ હવે 1 મિનિટની વોઈસ નોટ્સનો ઉપયોગ કરવાની સુવિધા આપી છે. આ અપડેટ આઈઓએસ વર્ઝન 24.10.10.74 માટે વોટ્સએપ બીટા પર જોવામાં આવ્યું છે. વોટ્સએપ બીટા યુઝર્સ આ ફીચરને નવા અપડેટમાં ચેક કરી શકે છે. આ બાબતની જાણકારી વોટ્સએપના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ટ્વિટમાં આપવામાં આવી છે.

નવુ ફિચર ક્યારે થશે લોન્ચ ?
હાલમાં, નવી સુવિધા ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ કરાવવામાં નથી આવી. પરંતુ કંપનીએ આ ફીચરને કેટલાક દેશના અમુક સ્થળોએ રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. આ ફીચર તબક્કાવાર રીતે બહાર પાડવામાં આવશે.

યુઝર્સને ટૂંક સમયમાં મળશે નવું ફીચર
વોટ્સએપ દ્વારા ટૂંક સમયમાં એક નવું ફીચર લાવવામાં આવી રહ્યું છે. આ આવનાર ફીચર અનરીડ મેસેજ કાઉન્ટ તરીકે ઓળખાશે. નવા ફીચરને વોટ્સએપ નોટિફિકેશન ઓપ્શનમાં એક્સેસ કરી શકાશે.











































































