રાજકોટના અગ્નિકાંડનો મોટો પડઘો પડ્યો છે. ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડને લઈને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશકુમાર ઝાની નિમણૂક કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો હતો. એડિશનલ C.P.વિધિ ચૌધરી અને D.C.P.સુધીર દેસાઈની પણ બદલી કરવામાં આવી છે.રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર આનંદ પટેલની જગ્યાએ અમદાવાદ ઔડાના મુખ્ય કારોબારી અધિકારી ડી..પી. દેસાઈની નિમણૂક, આનંદ પટેલને હાલ કોઈ પોસ્ટિંગ નહીં

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની પણ બદલી કરવામાં આવી છે. રાજુ ભાર્ગવ અને વિધી ચૌધરીને નવુ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. રાજુ ભાર્ગવ અને જેસીપી વિધી ચૌધરીને વેઈટિંગમાં રખાયા છે. સુધીર દેસાઈની પણ બદલી કરવામાં આવી છે.

રાજકોટની ગેમ ઝોનની ગોઝારી દુર્ઘટનામાં યુવરાજસિંહ, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.IPCની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ હવે વિધિવત્ ધરપકડ કરશે.













































































