Monday, March 17, 2025
HomeFeaturePM મોદીએ કરી પોતાના વારસદારની જાહેરાત, શાહ કે યોગી નથી

PM મોદીએ કરી પોતાના વારસદારની જાહેરાત, શાહ કે યોગી નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કોણ? એવો સવાલ સતત પૂછાતો હોય છે. તે અંગે ઘણી અટકળો પણ લાગતી હોય છે. મોટાભાગના લોકો કહે છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન તેમની સાથે 30 વર્ષોથી વધુ સમયથી છે. એટલે તેમના વારસદાર તો અમિત શાહ જ છે. તેમના પછી ભાજપમાંથી વડાપ્રધાન જો કોઇ બને તો તે અમિત શાહ જ હશે. જોકે, બીજી બાજુ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને પણ તેમના વારસદાર એટલે કે ભાજપના આગામી વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે.

તો ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારસદાર કોણ હશે?

તમને એ તો ખબર જ છે કે તેમણે લગ્ન કર્યા હતા અને જશોદાબેન તેમના પત્ની હયાત છે. એટલે જો સંપત્તિની વાત કરીએ તો તેના હકદાર તરીકે તો જશોદાબેન છે. તેમને કોઇ સંતાન નથી. તેમના ભાઇઓ જરૂર છે. પરંતુ તે તમામે તમામ સક્ષમ છે. જોકે, તેમની રાજકીય સંપદાની વાત કરીએ તો તે કઇ વ્યક્તિ હશે તે અટકળનો જ વિષય છે. પરંતુ નરેન્દ્ર મોદી જેવા ચતુર રાજનેતા કોઇ કાળે પોતાના વારસદારનું નામ જાહેર નહીં કરે. કારણ કે તેઓ પોતે જ રાજકારણમાં પરિવારવાદના સખત ટીકાકાર રહ્યા છે. એટલે કોઇને પોતાનો રાજકીય વારસો આપતા જાય તેવું બને નહીં.

પરંતુ હાલમાં જ જેલમાંથી જામીન પર બહાર આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એવું કહ્યું હતું કે મોદી વડાપ્રધાન નહીં બને પરંતુ અમિત શાહ વડાપ્રધાન બનશે. કારણ કે નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં 75 વર્ષના થઇ જશે અને ભાજપના નિયમ મુજબ તેમણે નિવૃત્તિ લેવી પડશે. આ વાત કદાચ લોકો સુધી ચર્ચામાં પહોંચી ગઇ તેમ લાગે છે. કારણ કે વડાપ્રધાને પોતાના વારસાદ અંગે નિવેદન આપવું પડે તે મોટો સંકેત આપે છે. આ અગાઉ અમિત શાહ તો પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરવું પડ્યું હતું કે વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી જ રહેશે. તેઓ 2024 જ નહીં પરંતુ 2029માં પણ વડાપ્રધાન બનશે.

આ બધી ઘટનાઓ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારસદાર અંગે સતત મીડિયામાં ચર્ચા હતી. જોકે, નરેન્દ્ર મોદીએ કોઇ ફોડ પાડ્યો ન હતો. પરંતુ મંગળવારે બિહારમાં એક જાહેરસભામાં બોલતા તેમણે કેજરીવાલને જાણે જવાબ આપ્યો હતો. હવે કેજરીવાલની આ ટીકા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વળતાં પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું `મારો પોતાનો કોઈ વારસો નથી, તમે દરેક મારા વારસા છો અને તમે મારા વારસદાર (દેશની જનતા) પણ છો. એટલા માટે હું તમારા અને તમારા બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માગું છું. હવે સ્પષ્ટ થઇ ગયું છે કે નરેન્દ્ર મોદી તો એકોહમ નરેન્દ્રમ જ છે. તેમના જેવું કોઇ બીજુ આ દુનિયામાં નહીં આવે. એટલે તેમનું કોઇ વારસદાર હોય તે તો શક્ય છે જ નહીં.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!