Monday, March 17, 2025
HomeFeatureલાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી ક્રિષ્ના ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ જીવદયા...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી ક્રિષ્ના ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ જીવદયા પ્રોજેક્ટ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના  કુંડા અને ચકલી ઘરનું  વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું રાહદારીઓ માટે લીંબુ વરિયાળી  સરબતનું પણ વિતરણ કરવામાં આવેલ હતું તે ઉપરાંત દાતા હસુભાઈ બી. પાડલિયા તરફથી એક દિવ્યાંગ ભાઈને  વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી.

આ  ત્રિવિધ સેવાકીય પ્રોજેક્ટ  લાયન્સ ઇન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્છ) ના ફર્સ્ટ વાઈસ ડિસ્ટરિક ગવર્નર રમેશભાઈ રૂપાલા હાજર રહ્યા હતા અને તેની સાથે પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, ખજાનચી મણિલાલ કાવર, ભીખાભાઈ લોરીયા, ચંદુભાઈ કુંડારિયા, પી.એ. કાલરીયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, દિપકભાઈ દેત્રોજા, રશ્મિકાબેન રૂપાલા તથા લિયો ઉર્વેશ માણેક,  લિયો હાર્દિક પરમાર, સત્યેશ્વર મહાદેવ મંદિરના પુજારી સહીતના હાજર રહ્યા હતા તેવું સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયાએ જણાવેલ છે

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!