Tuesday, March 18, 2025
HomeFeatureકલેકટર   કે.બી.ઝવેરીની ઉપસ્થિતિમાં આતંકવાદી પ્રવૃત્તિ સામે લડવા શપથ ગ્રહણ કર્યા

કલેકટર   કે.બી.ઝવેરીની ઉપસ્થિતિમાં આતંકવાદી પ્રવૃત્તિ સામે લડવા શપથ ગ્રહણ કર્યા

આજે ૨૧ મે એટલે આતંકવાદ વિરોધી દિવસ, આજના દિવસને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિકારીઓ તેમજ કર્મચારીઓએ આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવા માટે શપથ ગ્રહણ કર્યા હતા.

આતંકવાદ  સામે પૂરી તાકાત થી લડીને દેશમાં શાંતિ,  સલામતી અને અહિંસાનું વાતાવરણ ફેલાવવા પ્રયાસ કરવામાં આવશે તો માનવ વિરોધી પ્રવૃત્તિ સામે પણ પૂરી તાકાતથી લડત આપવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

        આ શપથ કાર્યક્રમ દરમિયાન કલેકટર    કે. બી. ઝવેરી,  ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર    સંદીપકુમાર વર્મા અને વિવિધ વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓ જોડાયા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!