Friday, March 21, 2025
HomeFeatureમોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ

મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ

ભારત વિકાસ પરિષદ મોરબી  દ્વારા વૃક્ષદેવ પરિચય કાર્યશાળા નું આયોજન નાની વાવડી, રામાપીર મંદિર ખાતે કરવામાં આવેલ હતું અને વિશ્વની શ્રેષ્ઠ અને પ્રાચીનતમ્ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર, પ્રસાર અને ઉપયોગીતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા,પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે માનનીય વૈદ કિરીટસિંહ ઝાલા  દ્વારા લગભગ 40 જેટલી ઔષધીય વનસ્પતિનો પરિચય કરાવેલ અને વનસ્પતિ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.આ કાર્યશાળામાં 40 જેટલા ભાઈ અને બાળકો ઊપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં ગો-પાલક ,નિવૃત ગ્રામ સેવક, પ્રકૃતિપ્રેમી પ્રાણજીવન ભાઈ કાલરીયા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા, ભારત વિકાસ પરિષદના સભ્ય અને કાર્યક્રમ સંયોજક વિનોદભાઈ મકવાણા, નાની વાવડીના વિઠ્ઠલબાપા, નથુભાઈ, અમુભાઈ, માવજીભાઇ, જગદીશભાઈ રામજીભાઈ, હિંમતભાઈ મારવાણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ મકવાણાએ કર્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!