Wednesday, March 26, 2025
HomeFeatureઅમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા 4 આતંકીઓ, સામે આવ્યું ISIS કનેક્શન, થઇ શકે...

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા 4 આતંકીઓ, સામે આવ્યું ISIS કનેક્શન, થઇ શકે છે અનેક ખુલાસા

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા છે. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

આજે પાંચમાં તબક્કાનું લોકસભાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા હતા. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા આતંકીઓ ઝડપાયા છે. ઝડપાયેલા 4 આતંકીઓ શ્રીલંકન નાગરીક હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસ દ્વારા તમામ ચાર આતંકવાદીઓની ધરપકડ કરી તેઓની પૂછરપછ હાથ ધરી છે. એટીએસની પૂછપરછમાં આતંકવાદીઓ મોટા ખુલાસા કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!